વડિયા પંથકની બગલમાં આવતા ગામડાઓ મા આવતી જતી બીમાર બસો હાલતાને ચાલતા થાકી જાઈ છે ત્યારે વડિયા તાલુકાના વિદ્યાર્થીના ફેરાની બસનો રૂટ હાલતા બંધ થઈ જાય છે જો રેગ્યુલર શરૂ રહે તો રપ થી ૩૦ કન્યાઓને ઉચ્ચ શિક્ષણનો યોગ્ય લાભ મળી શકે તેમ છે
બસ ના અભાવના લીધે અધૂરા પિરિયડ છોડી બસ પકડવા દોડવું પડે છે ને બસ થાકીને ગમેત્યા રોકાઈ ગઈ હોઇ છે અને આ અંગે ડેપો મેનેજર સહિત એસ.ટી. વિભાગીય નિયામકને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે ટેલિફોનિક ડેપો મેનેજર ના જણાવ્યા મુજબ એસટી બસો દોઢ લાખ કિલોમીટર ઉપર ચાલી જવાના લીધે બસો કંડમ થઈ ચૂકી છે
કંડમ બસો હોવાના લીધે ઉભી રહીજાય અથવા ગમેત્યા બ્રેક ડાઉન થાય જેથી અકસ્માત ન બને તેમાટે લાંબા રૂટમા નવીજ બસ હોઈ તોજ મોકલવામાં આવે છે નહીંતર કાપ મુકવામાં આવે જેના લીધે દુર્ઘટના ના સર્જાય તેમાટે થી વિદ્યાર્થીઓને છકડો રીક્ષા નો સહારો લેવો પડે છે ત્યારે છકડો રિક્ષા વડિયા પંથકના વિદ્યાર્થીઓ માટે જીવના જોખમે આશિર્વાદ રૂપ બની રહે છે .
વડિયા નજીકના સાંકરોલા, ઢોળવા,મોરવાડા, ખાખરીયા ગામના ૫૦ થી વધુ વિદ્યાર્થીઓને એસ.ટી.બસનો લાભ મળતો નથી જેને લઈને વિદ્યાર્થીનીઓએ આજે વડિયા એસટી ડેપો એથી ઉગ્ર રોષ સાથે વડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સને ધારદાર રજૂઆતો કરી અને વડિયા વિદ્યાર્થીઓ માટે બસ નો કોઈ નિવેળો લાવો નહીંતર સ્કૂલ નો ટાઈમ ફેરફાર કરાવો વિદ્યાર્થીનીઓને જીવના જોખમે અડધી રાતે છકડો રિક્ષામાં બેસી જવું પડે છે ને માતા પિતાને ચિતા ઉભી થાય છે
એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓની હાલત એસટી ડેપો પાસે રખડતા આખલા જેવી થાય છે જો આ બાબતે વિદ્યાર્થીઓના પ્રશ્નો વિધાન સભામાં ઉઠાવે અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ડોળાતું અટકશે અને વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર બનશે વિરોધપક્ષના નેતા ગાંધીનગર બેઠા બેઠા થોડું ઘણું અમરેલી જિલ્લાની પબ્લિકને થતી હાલાકી વિસે હવેતો વિચારે તો સારું પબ્લિકની હૈયાવરાળ માથી જણાઈ રહ્યું છે