આસમાનકી બુલંદીઓકો છૂના હૈ હમારી વિશેષતા
બાજ પોતાના બચ્ચાને અસાધારણ પક્ષી હોવાની કળા શીખવવા જન્મના થોડા જ સમયમાં ટ્રેનીંગ આપવાની શરૂ કરી દે છે અને પ્લેન ઉડતા હોય તેટલી ઉંચાઇએ લઇ જઇને છુટુ મુકી દે છે
કુદરતે પ્રકૃતિમાં અને જીવસૃષ્ટિમાં અમુક એવા ઉદાહરણો મૂકયા છે જે માનવ જગત માટે પ્રેરણારૂપ છે. જેમ કે રાષ્ટ્રીય પક્ષી મોર પવિત્રતાનું પ્રતિક છે. સિંહમાં નિડરતાનો ગુણ છે અને વગર કનડગતે કોઇનું અહિત ન કરવાનું તે શીખવે છે. કીડી અને મધમાખી જેવા જીવજંતુઓ એકતાનું પ્રતિક છે. તેવી જ રીતે બાજ પક્ષીમાં પણ પોતાને અસાધારણ માનવાનો વિશેષ ગુણ છે. બાજ પક્ષી પોતાના બચ્ચાને અસાધારણ હોવાની કળા શીખવવા જન્મના થોડા જ સમયમાં ટ્રેનીંગ આપવાની શરૂ કરી દે છે, અને આકાશમાં એટલી ઉંચાઇએ લઇ જઇને ઉડતા શીખવે છે. કે જયાં પ્લને ઉડતા હોય અને એટલી ઉંચાઇએ લઇ જઇને તે પોતાના પક્ષીને મૂકી દે છે, અને શીખવે છે ‘આસમાન કી બુલંદીઓ કો છૂના હૈ હમારી વિશેષતા’ બાજ પક્ષી માનવ જગતને આ વિશેષતા દ્વારા શીખવે છે કે, બાળકને છાતીએ લગાડીને જરૂર રાખવું પણ તેને નિડરતાથી જીવતા અને અસાધારણ કાર્યો કરીને જીવતા શીખવવું જોઇએ, જેથી સશકત સમાજનું નિર્માણ થઇ શકે…
બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે…..એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય…
આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે…અ વશલવયતિં મશતફિંક્ષભય રજ્ઞિળ યફિવિં ૂવયયિ ફ ક્ષફિીંફિહ ભયિફિીંયિ ભફક્ષ રહુ…અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ…
એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું… પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે…
આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!!થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે ૯ કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!!એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી ૭૦૦-૮૦૦ મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !!!
આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય…મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી ૧૦ ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે !!!પક્ષીઓની આ સત્ય હકિકત દ્વારા અહીં એ વાત સાથે અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બાળકને આપણે ભલે છાતીએ લગાવીને રાખીએ પરંતુ એક બાજના બચ્ચાની જેમ તેને દુનિયાની મુશ્કેલીઓથી વાકેફ પણ કરવા, તેનો સામનો કરવા તથા લડતા શીખવવા જોઇએ આજના સમયની સત્યતા એ છે કે કાર્ટુન અને ટી.વી.માં આવતા રિયાલીટી શો અને વિડીયો ગેમ વચ્ચે બાળકો ગુમ ના થઇ જાય તેનું ઘ્યાન પણ આપણે જ રાખવું પડશે.