ચાંદીના ધંધા માટે મદદ કરતા સાળા સાથે છેતરપિંડી
પેડક રોડ પર ચાંદીનો વ્યવસાય કરતા યુવાને પોતાના બનેવીને ધંધામાં મદદ કરતા રૂ.૧ કરોડની કિંમતનું ૨૩૭ કિલો ચાંદી ઓળવી જઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા વિજયભાઇ ખીમજીભાઇ વૈષ્ણવે મોરબી રોડ પર આવેલા રામ પાર્કમાં રહેતા પોતાના બનેવી કિશોર ચનાભાઇ રામાણી સામે રૂ.૧ કરોડની છેતરપિંડીની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિજયભાઇ વૈષ્ણવ ચાંદીનો વ્યવસાય કરતા હોવાથી પોતાના બનેવી કિશોર રામાણીએ પણ ચાંદીનો વ્યવસાય કરવા મદદ માગી હતી. બનેવીના સંબંધના દાવે વિજયભાઇ વૈષ્ણવે ચાંદીનો ધંધો કરવા માટે પોતે તેમજ પોતાના ચાંદીના ધંધાર્થી મિત્રો પાસેથી રૂ.૧ કરોડની કિંમતની ૨૩૭ કિલો ચાંદી અપાવી હતી.
કિશોર રામાણીએ ગત જુન માસથી અત્યાર સુધી કટકે કટકે આપેલી ૨૩૭ કિલો ચાંદી અને તેના પૈસા ન આપી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. બી ડિવિઝન પોલીસે કિશોર રામાણી સામે રૂ.૧ કરોડની ચાંદીની છેતરપિંડીનો ગુનો નોંધી પી.એસ.આઇ. કે.કે.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com