ચૂંટણીનું મહેકમ પૂર્ણ થતા ચૂંટણી ફરજ પરના ના.મામલતદારો ખાતા વગરના પ્રધાન બબ્બે મહિનાથી પગારના ફાંફા

લાંબા સમયી કોઈપણ કારણોસર જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો ગંજીપો ચિંપવામાં ન આવતા શહેર-જિલ્લાના ૧૫ થી વધુ નાયબ મામલતદારોના પગાર અટકી પડયા છે.

જો કે, નાયબ મામલતદારોની બદલીની ફાઈલ તૈયાર હોવા છતાં શા માટે બદલી અંગેના હુકમ ની કરાતા તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ વિધાનસભા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ તાં નાયબ મામલતદારોનું મહેકમ પૂર્ણ થઈ ગયું છે.

પરિણામે ચૂંટણી કામગીરીના હવાલે રહેલા નાયબ મામલતદારોને ચૂંટણી હેડી પગાર મળતા બંધ યા છે. બીજી તરફ તેઓની રેગ્યુલર નિમણૂંક ન તા મુળ સનેથી પણ પગાર મળતો ન હોય. રાજકોટ શહેર જિલ્લાના ૧૫ જેટલા નાયબ મામલતદારો નિમણૂંકના હુકમ ન તા છેલ્લા બે માસી વિચિત્ર વિટંબણા વચ્ચે પગાર વગર લટકી રહ્યાં છે.

બીજી તરફ ચૂંટણી તેમજ અન્ય બ્રાન્ચના નાયબ મામલતદારોની બદલી માટેની ફાઈલ તૈયાર છે અને આ ફાઈલમાં ૩૦ થી વધુ નાયબ મામલતદારોની બદલી અંગેના નામો સુનિશ્ર્ચીત થઈ ગયા હોવા છતાં કોઈપણ કારણોસર ઉચ્ચ કક્ષાએથી બદલીનો ગંજીપો ચિંપવામાં ન આવતા જિલ્લા કલેકટર કચેરીમાં બદલીને લઈ તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.