૧૯૦ એક્ટિવીસ્ટ ખેડુતોને વ્હારે: પેપ્સીકો દ્વારા કરવામાં આવેલા ખોટા કેસને પાછા ખેંચવા માંગ
ગુજરાત સરકાર ૯ રાજયોનાં ખેડુતો સામે બટેટાનાં રજીસ્ટર્ડ વૃદ્ધિ માટે પેપ્સીકો દ્વારા ફાઈલ કરાયેલા કેસની અદાલત બહાર નિકાલ કરવા માટે કામ કરી રહી છે એમ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં ૯ ખેડુતો પર પેપ્સીકો દ્વારા બે જુદા-જુદા અદાલતોમાં દાવા કરવામાં આવ્યા છે કે વિવિધ પ્રકારની બટાકાની વૃદ્ધિ માટે કંપનીએ સુરક્ષા અધિકારોનો દાવો કર્યો છે કે તેમાનાં દરેકમાંથી રૂ.૧ કરોડ જેટલું નુકસાન થયું છે. એવી જ રીતે અમેરિકન કંપનીએ બટેટાની રજીસ્ટ્રીને લઈ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
ગુજરાત સરકારે ખાતરી આપતાં પ્રયાસ કર્યો છે કે, આ મુદ્દો કોર્ટની બહાર યોગ્ય રીતે અને કાયદાની જેમ ખેડુતોને ધ્યાને લઈ કોર્ટ બહાર સમાધાન કરાશે જેથી ખેડુતોને પણ મદદરૂપ થઈ શકે. એગ્રીકલ્ચર સેક્રેટરી અને ચીફ સેક્રેટરી દ્વારા પણ આ અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો છે.
પેપ્સીકો ગત અઠવાડિયામાં આ મુદાને સુલજાવવા માટે ખેડુતો સામે કોર્ટમાં જવાનો પણ નિર્ણય કર્યો હતો પરંતુ સરકાર આ મુદાને કોર્ટ મેટર ન બનાવતાં કોર્ટ બહાર જ સમાધાન કરશે તેવું પણ સામે આવી રહ્યું છે. ૧૯૦ એકટીવીસ્ટ ખેડુતોની વ્હારે આવતાં પેપ્સીકો દ્વારા લગાવવામાં આવેલા ખોટા કેસને નાબુદ કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે.