વેન્ટિલેટર શોધવા નીકળેલ પરિવાર ચોધાર આંસુ વહાવતા જોવા મળ્યા
સમગ્ર વિશ્વમા કોરોના મહામારીએ મોતનો તાંડવ મચાવ્યો છે ત્યારે આ કોરોના મહામારીને કારણે અસંખ્ય દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ધોરાજીના કોવિડ હોસ્પિટલમા કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા તો છે પણ વેન્ટિલેટરની વ્યવસ્થા નથી જેથી વેન્ટિલેટરની જરૂરીયાત હોય તેવા કોરોના સંક્રમિત થયેલ દર્દીઓ અત્યાર સુધી ઓક્સિજન માટે હેરાન પરેશાન થયેલ હતા અને હવે ઓક્સિજન મળતુ થયુ તો હવે વેન્ટિલેટર માટે દર્દીઓ અને તેમના પરિવારના સદસ્યો ભારે હેરાન પરેશાન થઈ રહયા છે તેવો કિસ્સો ધોરાજી કોવિડ હોસ્પિટલમાં બન્યો છે.
ધોરાજી કોવિડ હોસ્પિટલ આવેલ એક દર્દીને કોરોના થયેલ હોય અને કોવિડ હોસ્પિટલ ધોરાજીમા એડમીટ થયેલ છે ત્યારે એ દર્દીને હવે વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી છે પણ ધોરાજી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન તો છે પણ વેન્ટિલેટર નથી જેથી આ દર્દી તથા તેમના પરિવારજનો વેન્ટિલેટરની જરૂરીયાત માટે કોઈ પણ જગ્યા પરથી વેન્ટિલેટર માટે દર્દીના સગા અન્ય ધોરાજી તથા બહાર ગામે ફોન દ્વારા સંપર્ક કરેલ પરંતુ વેન્ટિલેટર ક્યાય પણ મળે તેવી સ્થિતિ નથી ઉપરાંત ગરીબ પરીવાર હોય જેથી પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચો પણ ઉપાડી શકે તેમ નથી જેથી વેન્ટિલેટર માટે વલખા મારી રહયા છે પણ વેન્ટિલેટર હોય તેવી સરકારી હોસ્પિટલ દર્દીના પરીવાર જનો મળી નથી અને હવે શુ કરવુ, ક્યા જવુ એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે પરિવારજનોએ મિડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહયા છે છતાં વેન્ટિલેટરની વ્યવસ્થા નથી થઈ જેથી દર્દીના પત્ની અને પરિવાર જનો દર્દી માટે અશ્રુ વહાવી મદદની શોધમાં આમ-તેમજ મદદની માંગ કરી રહયા છે.