વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરનાર વીજ કર્મચારીઓની ધીરજ ખૂટી
જેટકો મેનેજમેન્ટ જીબીયા વચ્ચે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો છતાં મંત્રણા પડી ભાંગી: હવે હક માટે છેલ્લે સુધી લડી લેવા ઇજનેરો અને કર્મચારીઓ મક્કમ
બીપરજોઈ વાવાઝોડામાં અવિરત વીજ પુરવઠો જાળવી રાખવામાં અને નુકસાન અને ભાંગી ગયેલા થાંભલા, તૂટી ગયેલા વાયરો નું તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠામાં જરા પણ વિક્ષેપ ન પડવા દેવા માટે રાત દિવસ એક કરી વ્યવસ્થા અને વીજ કંપનીની “આબરૂ” જાળવી રાખનાર વીજ કંપનીના ઇજનેરો કર્મચારીઓ ની પડતર માંગ માટેની જેટકો મેનેજમેન્ટ અને જીબીયા વચ્ચે થયેલી મીટીંગ માં કોઈ ઉકેલ ન આવતા આજથી વીજ કંપનીના કર્મચારીઓ એ વિરોધ કાર્યક્રમ ની શરૂઆત કરી વર્ક ટુ રુલ અને સૂત્રોચાર સહિતના વિરોધ કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે
સૌરાષ્ટ્ર સહિતના રાજ્યભરના 40,000 થી વધુ કર્મચારીઓની હડતાલ ના તબક્કાવાર કાર્યક્રમમાં આજે વર્ક ટુ રૂલ ની શરૂઆત કરી દીધી છે રાજકોટના લક્ષ્મી નગરમાં આવેલી જેટકો કચેરીએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર માટે આગેવાનોએ સાંજે છ વાગ્યાના કાર્યક્રમ માટે કમર કશી છે
જેટકો મેનેજમેન્ટ અને જીબિયા વચ્ચે વડોદરા ઝટકો કોર્પોરેટ ઓફિસમાં મીટીંગ થઈ હતી કર્મચારીઓ ઇજનેરોના લાંબા સમય ના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથેની આ મીટીંગ કોઈપણ નિર્ણય વગર પરિ ભાંગી હતી. અગાઉ મેનેજમેન્ટ એ વાવાઝોડાની કપરી પરિસ્થિતિ પાર પડી જાય પછી વાટાઘાટો ચલાવવાની હિમાયત કરી હતી, પરંતુ વાત જરા પણ આગળ વધી ન હતી કર્મચારીઓને અધિકારીઓ ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે તેમ છતાં જેટકો મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જીઇબી નું સૌથી મોટું યુનિયન એજીવી કે એસ દ્વારા આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ આંદોલન માટે કર્મચારીઓ મક્કમ બન્યા છે જેટકો મેનેજમેન્ટ દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવી બિન કાયદેસર રીતે કેન્સલ થયેલા હુકમો ફરીથી જારી કરવામાં આવેલ કંપનીના તમામ પરિપત્રોનો સત્તાવાર રીતે ભંગ કરેલ અને અનફેર લેબર પ્રેક્ટિસ આચરવામાં આવેલ. હોવાથી આ અન્યાય દૂર કરવા માટે 20 દિવસથી માંગણી કરવામાં આવતી હતી, પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા આજ થી 26 જુન સુધી વર્ક ટુ રૂલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે 27મી એ માસ્ સીએલ અન 28 થી અચોક્કસ મુદત સુધીના આંદોલનની જાહેરાત કરવામાં આવી છે
રાજકોટના લક્ષ્મીનગર ખાતેની ઓફિસે સાંજે છ વાગે સૂત્રો ચાર ના સહિતના આંદોલન અંગે અબ તક સાથેની વાતચીતમાં જીતુભાઈ ભટ્ટ અને હરેશભાઈ વઘાસિયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે અંતિમ ઘડીના પ્રયાસો છતાં સમાધાન થયું નથી એટલે હવે ના ચુટકે આંદોલનની ફરજ પડી છે આજે રાજકોટ લક્ષ્મીનગર ઓફિસે સૂત્રોચાર સહિતનો આંદોલન કર્મચારી આગેવાન ધીરુભાઈ બારોટ બી એમ શાહ હર્ષદભાઈ પટેલ બળદેવભાઈ પટેલ રાજુભાઈ ખટાણા રામભાઈ આહીર સુરેશભાઈ ડોડીયા ભાવેશભાઈ ખૂટ અને કાસીન્દ્રા ભાઈ જુનાગઢ વાળા આરડી લાખણોત્રા સહિતના કર્મચારી આગેવાનો ની ઉપસ્થિતિમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં આજે જીઇબી કચેરી સામે સૂત્રોચાર અને હવે પછીના જાહેર થયેલા તમામ કાર્યક્રમોમાં કર્મચારીઓની માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચલાવવાની કર્મચારીઓએ મક્કમતા દર્શાવી છે