હાલ વેસમા(નવસારી)ના ૧૨ વર્ષના લક્ષ કમલેશભાઈ શાહ ૧લી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં દિક્ષાગ્રહણ કરશે: માતા-પિતા સાથે ‘અબતક’ના મહેમાન બનતા લક્ષ શાહ
રમવાની-ભણવાની ઉંમરે દિક્ષાના ભાવ જન્મે ત્યારે સૌ કોઈ અચંબિત બને છે મોટી ઉંમરે તો ઠીક પરંતુ નાની ઉંમરે દિક્ષા ગ્રહણ કરવી ખૂબ કઠિન છે. ત્યારે હાલ વેસ્મા(નવસારી)ના માત્ર ૧૨ વર્ષના લક્ષ કમલેશભાઈ શાહ આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ ચેન્નઈ ખાતે દિક્ષા ગ્રહણ કરી રહ્યાં છે. દિક્ષા લેતા મુમુક્ષ લક્ષ શાહે તેના માતા-પિતા સાથે અબતકની ખાસ મુલાકાત લીધી હતી અને વાતચીત દરમ્યાન લક્ષ શાહે જણાવ્યું હતું કે, જૈન સમાજ એટલે મારા મતે અહિંસા પરમ ધર્મ. સંયમના માર્ગે જવાનો વિચાર મને ગુરુજી પાસેથી આવ્યો. સંયમના માર્ગે જવું તે રસ્તો કઠીન થી. સંયમનો રસ્તો સુખી થવા માટેનો છે. દુખી થવા માટે નથી. જ્યારે લક્ષને પુછવામાં આવ્યું કે તેમને આટલી નાની ઉમરમાં તમારી રમવાની ઉંમરમાં તમે સંયમના માર્ગે જાવ છો તો તમને કેવું લાગે છે ત્યારે લક્ષે જણાવ્યું કે તેમને બહું જ સારું લાગે છે. જ્યારે તેમના માતાને પુછવામાં આવ્યું ત્યારે તેમના માતાએ જણાવ્યું હતું કે લક્ષને નાનપણથી જ ભગવાનના પંથ પર અને ગુરુજીના પંથ પર ચાલવાની જ ઈચ્છા હતી અને તેના માટે આ સારો માર્ગ છે. મને આજે ગર્વ થાય છે કે મારો છોકરો સંયમના માર્ગે ચાલી રહ્યો છે. જૈન સમાજએ અહિંસા પરમ ધર્મ છે.
જૈન સમાજ એમ કહે છે કે બને ત્યાં સુધી સામે વાળાને કદી દુ:ખ ના પહોંચાડવું જોઈએ. અને કોઈ વિશે ખરાબ ના બોલવું જોઈએ. આપણા ખોટા કર્મો નહીં બાંધવાના તેવું જન સમાજ ના પાડે છે. મારો પુત્ર અત્યારે મહાવીર સ્વામીના પંથ પર જઈ રહ્યો છે જેનો મને ગર્વ થાય છે. તેને બે વર્ષ પહેલાથી જ દિક્ષા લેવાની ભાવના હતી. આણંદમાં ગુરુજી પાસે જ્યારે દિક્ષા લેવાનો કાર્યક્રમ હતો ત્યારથી જ તેને દીક્ષા લેવાની ઈચ્છા હતી. પરીવારના સભ્યો કહેતા હતા કે હજી આની ઉંમર રમવાની છે પણ તેની ઈચ્છા સંયમના માર્ગે જવાની છે. જેથી અમો તેની સાથે છીએ જ્યારે તેના પીતા સાથે વાત કરી તો તેના પિતાએ જણાવ્યું હતું કે મને બહુ સારુ લાગે છે અમે તો તેને કિધું છે કે તને ભણવાની ઈચ્છા ના થાય તો સંગીતમાં આગળ વધ પણ તેની ઈચ્છા સંયમના માર્ગ પર ચાલવાની જ છે જેથી તે દિક્ષા જ લેવા માગે છે. દિક્ષા કઠિન તો છે પણ તેમણે ત્રણ ચાર વર્ષ સુધી ટ્રેનીંગ લીધી છે. એટલે સાંબજીએ કીધું કે વાંધો નહીં આવે. ગુરુજી પાસે રહ્યો છે જેથી તે સામે બીજા વ્યકિતને પણ કહેશે તમે આ માર્ગ નહી પર આ સારો માર્ગ પકડો એટલે તેના માટે પણ આ બેસ્ટ છે અને અમારા ગુરુજી અમારા માટે બહુ જ ઉપકારી છે.
લક્ષને જ્યારે ટે્રેનીંગ વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે હું ધર્મનું બધુ શીખ્યો છું તેમજ ઈગ્લીંશ, ગણીત બધુ શીખ્યો છું. પાંચ પ્રતીક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય જેવું બધું હું ટ્રેનીંગમાં શીખ્યો છું. હું દિક્ષા વિશે માનું છું કે બધાનું હું કલ્યાણ કરું અને છેવટે મારુ પણ કલ્યાણ થાય. ફેબ્રુઆરીમાં ચેન્નઈના મદ્રાસમાં હું દિક્ષા લેવાનો છું.
ગુરુજી સાથે હું બે વર્ષ રહ્યો છું ઘરે ખાલી ક્યારેક જ આવતો હતો તે પણ એક કે બે દિવસ. તેમની માતાને પુછવામાં આવ્યું કે તમને જ્યારે ખબર પડી કે તમારો પુત્ર દિક્ષા લે છે ત્યારે તમને કેવું લાગ્યું ત્યારે તેમની માતાએ જણાવ્યું હતું કે મને તો ઘણી જ ખુશી મળી કે અમારા ઘરના અંશને હું સંયમના માર્ગે મોકલું છું. મને ઘણો ગર્વ થાય છે મને ઘણા પુછતા હોય છે કે તું આ ને આપી દઈશ તો કાલે સવારે તારું શું થશે. ત્યારે મારે એમ કહેવું પડે છે કે મારું શું થશે તે ના વિચારો પણ તે કેટલાનું સારું કરશે તે વિચારો. છેલ્લા છ થી સાત વર્ષથી અમે ગુરુજીના સંપર્કમાં છીએ ત્યારથઈ જ અમારી સારી એવી દોરી બંધાણી છે. હસુભાઈએ અમને આંગળી ચીંધી અને અમે તેની ચીંધેલી આંગળીએ ચાલ્યા. એમને કિધુ એટલે જ અમારો આ પુત્ર સંયમના માર્ગે જઈ રહ્યો છે.