વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી બુથ સુધી પાર્ટીનું સંગઠન મજબુત બને તે માટે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને જવાબદારી સોંપાય: કમલેશ મિરાણી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપના ૧૯ વિભાગોની તેમજ ૧૦ પ્રકલ્પોની જાહેરાત કરી છે જેમાં વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ભાજપાના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્રથી લઇ બુથ સુધી પાર્ટી દ્વારા સંરચના કરવામાં આવી રહી છે તે અંતર્ગત રાજકોટ મહાનગરમાં પણ વિવિધ કાર્યકર્તાઓને વિવિધ પ્રકલ્પોની જવાબદારી સોંપવામાં આવેલી છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, ભાજપના ૧૯ વિભાગો પૈકી સુશાસન તેમજ કેન્દ્ર-રાજ્ય સહકારી કાર્યક્રમ સંકલન વિભાગમાં મુકેશભાઇ દોશી, જીણાભાઇ ચાવડા, જશુબેન વસાણી, મયુરભાઇ શાહ, નીતિ વિષયક સંશોધન વિભાગમાં બીપીનભાઇ અઢીયા, પરાગભાઇ મહેતા, લાલભાઇ પોપટ, કિશોરભાઇ પરમાર, મીડિયા વિભાગમાં નીતિનભાઇ ભુત, નીશીથભાઇ ત્રિવેદી, જયંતભાઇ ઠાકર, મીડિયા સંપર્ક વિભાગમાં હરેશભાઇ જોષી, મુકેશભાઇ બુંદેલા, પ્રશિક્ષણ વિભાગમાં મહેશભાઇ પરમાર, રમેશભાઇ અકબરી, મનુભાઇ વઘાસીયા, ડો.અમીત માણેક, રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગમાં જયેશભાઇ વ્યાસ, માધવભાઇ દવે, ભરતભાઇ રેલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાષ્ટ્રીય કાર્યક્રમ અને બેઠક વિભાગમાં દીનેશભાઇ કારીયા, પ્રવીણભાઇ ઠુમ્મર, મહેશભાઇ માખેલા, પ્રવીણભાઇ કાલરીયા, દસ્તાવેજીકરણ અને પુસ્તકાલય વિભાગમાં રમેશભાઇ જોટાંગીયા, વી‚ભાઇ પીપળીયા, રાજેશભાઇ ફીચડીયા, મયંકભાઇ પાઉં, સહકાર, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગમાં મનસુખભાઇ પીપળીયા, મનસુખભાઇ ધંધુકીયા, અઘ્યક્ષીય કાર્યાલય, પ્રવાસ અને કાર્યક્રમ વિભાગમાં રાજુભાઇ કુંડલીયા, ભરતભાઇ સોલંકી, પ્રચાર-પ્રસાર નિર્માણ વિભાગમાં હરેશભાઇ પારેખ, લલીતભાઇ વડેરીયા, વિપુલભાઇ માખેલા, ટ્રસ્ટ સંકલન વિભાગમાં અતુલભાઇ પંડિત, રોહીતભાઇ નેભાણી, ચૂંટણી વ્યવસ્થા વિભાગમાં કેતન પટેલ, મોહનભાઇ વાડોલીયા, દેવદાનભાઇ કુંગશીયા, ચૂંટણી કમિશન (પંચ) સંપર્ક વિભાગમાં અનીલભાઇ પારેખ, નીતિનભાઇ ભુત, કાનુની અને કાયદાકીય વિષય વિભાગમાં ‚પરાજસિંહ પરમાર, વિજયભાઇ દવે, ધર્મેશભાઇ સખીયા, ધર્મેશભાઇ પરમાર, મીનાક્ષીબેન દવે, પાર્ટી પત્રિકા (મેગેઝીન) તેમજ પ્રકાશન વિભાગમાં રાજુભાઇ ઘેલાણી,રત્નાભાઇ રબારી, રમેશભાઇ દોમડીયા, આઇ.ટી. વેબસાઇટ તેમજ સોશીયલ મીડિયા વ્યવસ્થા વિભાગમાં નિશીથ ત્રિવેદી, હાર્દિક ગોહેલ, મનોજ ગરૈયા, વિદેશ સંપર્ક વિભાગમાં ડી.વી.મહેતા, ગુણુભાઇ ડેલાવાળા જ્યારે આજીવન સહયોગ નિધિ વિભાગમાં રાજુભાઇ બોરીચાની નિમણુંક કરાય છે.
૧૦ પ્રકલ્પમાં જીલ્લા કાર્યાલય નિર્માણ પ્રકલ્પ પુષ્કરભાઇ પટેલ, જેરામ વાડોલીયા, ગૌતમ વાળા, સંજય ચાવડા, પ્રતાપ વોરા, કાર્યાલય આધુનિકીકરણ પ્રકલ્પમાં વલ્લભ દુધાત્રા, હસુ ભગદેવ, વરજાંગ હુંબલ, પુસ્તકાલય નિર્માણ પ્રકલ્પમાં કૌશીક અઢીયા, જયેન્દ્ર ગોહેલ, ઇ-પુસ્તકાલય પ્રકલ્પમાં નીરજ પટેલ, જયેશ વોરા, સ્વચ્છતા અભિયાન પ્રકલ્પમાં પ્રવીણ મા‚, નરેન્દ્ર ડવ, કાંતીભાઇ ઘેટીયા, ની‚ભા વાઘેલા, બેટી બચાવો-બેટી બઢાઓ (વધાવો) પ્રકલ્પમાં અશોક દવે, ડો. ઉન્નતી ચાવડા, દક્ષાબેન વસાણી, હસુભાઇ કેરાળીયા, નમામિ ગંગે પ્રકલ્પમાં આશીષભાઇ વાગડીયા, પ્રવીણ રાઠોડ, રમેશભાઇ તાળા, બટુકભાઇ દુધાગરા, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન પ્રકલ્પમાં વિક્રમસિંહ જાડેજા, રમેશભાઇ ઉંધાડ, રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન પ્રકલ્પમાં દીગુભા ગોહેલ, જગદીશ પટેલ, જગદીશ અકબરી, હરી રાતડીયા, રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન પ્રકલ્પ ભીમજી પરસાણા, સંદીપ ડોડીયા, રામદે આહીર અને રવી ડાંગરની વરણી કરાય છે.