હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવાયો નિર્ણય
હળવદમાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને લઇ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 12 એપ્રિલના રોજ સાત દિવસ માટે આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું જોકે કોરોના નું સંક્રમણ હજી પણ યથાવત્ હોય જેને લઇ હળવદ ની બજારો આગામી 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે તેવું આજે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ ની મળે ઓનલાઇન બેઠકમાં જણાવાયું છે
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોના થી સંક્રમિત પણ થઈ રહ્યા છે ત્યારે હળવદમાં કોરોના અટકે તે માટે થઈ ગત 12 એપ્રિલના રોજ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાત દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે હજુ પણ કોરોના નું સંક્રમણ યથાવત રહેતા આ નિર્ણયને લંબાવવામાં આવ્યો છે અને આગામી 30 એપ્રિલ સુધી હળવદ ની તમામ દુકાનો બપોરના બે વાગ્યા બાદ બંધ રહેશે તેવું વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું છે