સંસદીય સમિતિએ આગામી લોકસભાની ચુંટણી પૂર્વે સોશ્યલ મિડિયાના માધાંતાઓને ચુંટણીપંચ સાથે સંકલન સાધવા તાકિદ કરી દીધી છે. સંસદીય સમિતિએ સોમવીરે ટયુટરને ચુંટણીપંચ સાથે આગામી લોકસભાની ચુંટણીમાં કેવી રીતે પોતાની ભૂમિકા અદા કરવી તે માટે સંકલન કરી કંપની સિનિયર અધિકારીઓને બોલાવ્યા હતા.
ફેસબુક અને વોટસએપ અને ઈન્સ્ટાગ્રામના વિશિષ્ટ અધિકારીઓને હાજર થવા છઠ્ઠી માર્ચ આપવામાં આવી છે. સંસદીય સમિતિની સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સાડા ત્રણ કલાક સુધી ટયુટરની કોલિંગ કોરવેલ અને અન્ય માઈક્રોબ્લોગીંગના માંધાતાઓ સાથે મસલત ચાલી હતી. ટવીટરે એ વાત ઉપર સહમતી દર્શાવી હતી કે ભારતમાં લોકસભાની ચુંટણી દરમિયાન કોઈપણ પરિબળોને દખલગીરી દેવાની તક નહીં આપવામાં આવે. અમેરિકામાં જે રીતે ચુંટણી આચારસંહિતાનો સોશ્યલ મિડિયા દ્વારા પાલન કરવામાં આવે છે તે રીતે ભારતમાં પણ ચુંટણી આચારસંહિતા અંગે સજાગ થશે.
સંસદીય સમિતિએ સોશ્યલ મિડિયાના તમામ માંધાતાઓને તેમના સુચનો ૧૦ દિવસમાં લેખિતમાં રજુ કરવા જણાવ્યું હતું. આજ રીતે ટવીટર, ફેસબુક, વોટસએપ જેવા માધ્યમોમાં નાગરિક અધિકારોના જતનની સાથે સાથે ચુંટણી સમાચારોની સત્ય અને કોઈપણ પ્રકારના અતિરેક ન થાય તે માટેની ખેવના આપોઆપ જળવાય રહે તેવું આચારસંહિતાનું માળખુ જાળવવામાં આવશે. સંસદીય સમિતિએ ટવીટર, ફેસબુક સહિતના સોશ્યલ મિડિયાના પ્લેટફોર્મ અને ઓપરેટરોને લઈને લોકસભાની ચુંટણી પંચ સાથે યોગ્ય સંકલન સાધવા આદેશ આપી દીધો છે.
અમેરિકા, બ્રિટન જેવા વિકસિત દેશો અને વ્યાપક પ્રમાણમાં સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરતા રાષ્ટ્રોમાં સોશ્યલ મિડિયાના માંધાતાઓએ અગાઉ જ ચુંટણી સંબંધી આચારસંહિતાનો એક સુદ્રઢ બંધારણ્ય માળખુ ઉભુ કરી લીધું છે પરંતુ ભારતમાં આ અંગે સોશ્યલ મિડિયાના ઓપરેટરો દ્વારા હોતી હૈ, ચલતી હૈની જેમ ચુંટણી આચારસંહિતા માટે જોઈએ એવા ગંભીર ન હોવાનું અદાલતે અગાઉ તારણ કાઢીને ફેસબુકનો ઉધડો લીધો હતો કે અમેરિકા, બ્રિટનમાં ચુંટણી અંગેના નિયમો હોય તો ભારતમાં કેમ નહીં ?