ક્રિપટો બ્લોકચેઇન અને ક્રિપટો એસેટ કાઉન્સિલ પણ આ બેઠકમાં સહભાગી થશે

વિશ્વ ભરમાં ક્રિપ્ટકરન્સી નું માં સતત વધી રહ્યું છે બીજી તરફ ભારતમાં પણ જો તેની માન્યતા આપવામાં આવે તો ક્રિપટો ધારોકોને સૌથી મોટો ફાયદો પહોંચી શકશે પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ આ અંગે કોઈ માન્યતા મળી નથી ત્યારે આગામી સંસદીય સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે પાર્લામેન્ટરી પેનલ ક્રિપટો ધારકો સાથે બેઠક યોજશે તે અંગેનું આયોજન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી સારી રીતે આ અંગે ફ્રેમવર્ક થઈ શકે અને ક્યા પ્રકારે આવનારા સમયમાં ક્રિપટોએ માન્યતા મળશે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે.

ક્રિપટો મા સારું એવું રોકાણ કરો રોકાણ કરી રહ્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે આ મહિમા જે રિટર્ન એટલે કે વળતા મળવું જોઈએ તે ખૂબ જ વધુ છે પણ સામે જોખમ પણ એટલું જ છે ત્યારે ક્રિપ્ટને માન્યતા મળે અને તેને   આગળ વધારવા માટે જરૂરી પગલાઓ અને તેને માન્યતા આપવી આવશ્યક છે પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જ્યારે ક્રિપટો ના ધારકો અને સરકાર દ્વારા આ અંગે કોઇ યોગ્ય રીતે વાતચીત કરવામાં આવે અને તેનું પૂર્ણ રૂપથી વિશ્લેષણ કરવામાં આવશે. બેઠકમાં ક્રિપટો ધારકોની સાથે ક્રિપટો કાઉન્સિલ પણ સહભાગી થશે અને પોતાના મંતવ્યો રજૂ કરશે.

ભારતની સરખામણીમાં વિશ્વના અન્ય દેશોમાં આવી નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ભારતમાં આ ની વિકૃતિ આવે અને માન્યતા મળે તે દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહ્યું છે જેના માટે ની બેઠકોનો દોર નજીકના સમયમાં જ શરૂ થશે અને યોગ્ય નીતિ નિયમોને અમલી બનાવી ભારતમાં ક્રિપટો એ માન્યતા આપવામાં આવશે પરિણામે આગામી સંસદીય સત્રમાં આ અંગેનું બિલ પણ મુકવામાં આવશે તેવી વાત સતત સામે આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.