દરેક વખતે શિક્ષણ પર GDP(ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ)નાં ૬% ખર્ચ કરવાની શપથ લેવાય છે પરંતુ ખરેખર વપરાશ તો લગભગ ૪% જેટલો જ થાય છે

કોરોના વિસ્ફોટ સાથે આ વર્ષે ૭ રાજ્યોમાં ચૂંટણી પણ થવાની છે. કોરોનાને પગલે એ શક્ય બનશે કે કેમ એ તો ભવિષ્યના ગર્ભમાં છે પરંતુ આજે ભારતની શિક્ષાપ્રણાલી અને રાજકારણ વિશે વાત કરવી છે.   દરેક વ્યક્તિનાં જીવનમાં સાક્ષરતા મહત્વની ભૂમિકા ભજવે છે. આજનો માણસ પહેલાં કરતાં વધુ શિષ્ટ અને સુસંસ્કૃત બન્યો છે. વ્યક્તિની વ્યક્તિગત પ્રગતિ પણ સમાજનાં ઉત્થાનમાં સિંહફાળો ધરાવે છે. આ રીતે જોવા જઈએ તો માણસનું અક્ષરજ્ઞાન, સમગ્ર દેશને સમૃધ્ધ બનાવવાની તાકાત રાખે છે. એક રાષ્ટ્ર પાસે જો સુવ્યવસ્થિત અને સંતુલિત શિક્ષણ પધ્ધતિ હોય તો તેનાં વિકાસનો અડધો તબક્કો તો આપોઆપ પૂરો થઈ જાય છે.

અક્ષરજ્ઞાન અને રાજકીય વાયદાઓ

શિક્ષણમાં રોકવામાં આવતાં નાણા(બજેટ)માં સતત વધારો થતો હોવા છતાં આપણાં દેશની ૩૫% વસ્તી હજુ પણ અક્ષરજ્ઞાનથી વંચિત છે. માત્ર ૧૫% વિદ્યાર્થીઓ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. વળી, ભણતરની ગુણવત્તામાં પણ દરેક જગ્યાએ વિવિધતા જોવા મળે છે. તાજેતરમાં થયેલાં એક સર્વે પ્રમાણે, બિહારમાં મહિલાશિક્ષણ ૩૪% છે.. જ્યારે કેરેલામાં એ જ મહિલાશિક્ષણને ૮૮% જેટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. તો બીજી બાજુ, બિહારમાં શિક્ષિત પુ‚ષવર્ગની ટકાવારી ૫૦% જેટલી છે જ્યારે કેરેલામાં ૯૪% જેટલી (અધધ!) છે

નવી સરકારો તો સત્તામાં આવ્યા કરે છે અને જૂની ચાલી જાય છે. દરેક વખતે શિક્ષણ પર GDP(ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ)નાં ૬% ખર્ચ કરવાની શપથ લેવાય છે. પરંતુ ખરેખર વપરાશ તો લગભગ ૪% જેટલો જ થાય છે. આ ફેક્ટરની બહુ મોટી અસર ગ્રામ્યવિસ્તારો પર પડી રહી છે અમીર વ્યક્તિ વધુ અમીર બની રહ્યો છે અને નિર્ધન, લાચાર માણસ વધુ ગરીબ! ’ભાર વગરનું ભણતર’નાં નારા લગાવવાથી કશું નહીં થાય એ માટે દેશની સરકારે કશાંક નક્કર પગલાં તો ઉઠાવવા જ રહ્યાં.

સ્વજાગૃતતા અને મતદાનનાં તથ્યો

એક વાત અહીં ખરેખર નોંધવા જેવી છે કે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. માત્ર સરકાર પર અને દેશનાં રાજકારણ પર દોષારોપણ કરવાથી સમસ્યાનો અંત નથી આવતો! બીજાને માથે દોષનો ટોપલો ઢાળી દેવો એ તદ્દન સહેલી વાત છે (અને એટલી જ બાલિશ પણ!) જાગૃત નાગરિક તરીકે દેશનાં પ્રત્યેક વ્યક્તિની પોતાનાં દેશ પ્રત્યેની અમુક ફરજો હોય છે, જેનું પાલન અચૂક થવું જ જોઈએ

Improvement begins with I

દેશને વિકાસપથ પર હરણફાળ ભરતો નિહાળવા માટે બદલાવની શ‚આત પોતાની જાતથી કરવી પડે છે. આથી જ મતદાન, લોકશાહી તંત્રનું એવું અગત્યનું પરિબળ છે જેનાથી આ ફેરફાર શક્ય બને છે. પણ અહીં તો ખાટલે મોટી ખોટ જ એ છે કે આપણાં માનુનીઓની જાગૃતતા અને શિક્ષણનાં અભાવને લીધે મતદાતા, પોતાનાં આ અધિકારને વ્યર્થ માને છે! ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૮૧૪ મિલિયન લોકો મત આપવાનાં અધિકારી હતાં આપણે સૌ જાણીએ છીએ તેમ, ભારતમાં ખૂબ વિશાળ માત્રામાં યુવાસંપત્તિ છે. આશરે ૨૩ મિલિયન મતદાતાઓ (૨.૭% મતદાતા) યુવાઓ હતાં દેશની સાચી વસ્તી ગામડાંઓમાં વસવાટ ધરાવે છે. ભારતનાં ૭૦% મતદાતાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. પૂરતાં જ્ઞાનનાં અભાવે અને રાજકારણની રમતમાં ફસાઇને તેઓ કોમ્યુનિટી ફેક્ટર, જાતિવાદ, વિવિધ માંગ અને પૈસાનાં ભ્રમમાં ફસાઈ જાય છે. એમને તો એટલી પણ ખબર નથી કે ‘નેગેટીવ વોટિંગ’ જેવો કોઈ વિકલ્પ પણ અસ્તિત્વમાં છે!

દેશની રાજનીતિ ભલે ગમે તેટલી મજબૂત હોય પરંતુ, વ્યક્તિગત નીતિ બરાબર નહીં હોય તો દેશ ખાડામાં જઈ રહ્યો છે એમ કહી શકાય. રાજકારણ કે રાજકારણીઓનું કામ, જો રોડ-રસ્તાઓ બનાવવાનું છે તો તેને સાચવવાનું કામ વ્યક્તિગત રીતે દરેકએ નિભાવવું પડે છે. માત્ર પરદેશની જાહોજલાલી અને ફિલ્મોની નકલ ન કરતાં, ત્યાંની સ્વચ્છતા અને શિક્ષણ વ્યવસ્થાનું અનુકરણ પણ થવું જ જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે! મતદાતાઓ પણ સમાજમાં જ રહે છે. દેશમાં તંદુરસ્ત વાતાવરણ ઉભું કરવાનું કાર્ય માત્ર રાજકારણીઓનું નથી, દેશની જનતાનું પણ છે.

ઉત્તમ ભણતર વ્યક્તિની સુખાકારી માટેનું પ્રથમ પગથિયું છે. ભારતનું શિક્ષણ દરેક વ્યક્તિને જો સાચી દિશામાં જોતાં શીખવી દેશે તો ઘણીખરી સમસ્યાઓનું સમાધાન આપોઆપ નીકળી જશે.

આ જ ભારતની બુધ્ધિક્ષમતા પર વિશ્વાસ તો ત્યારે બેસે છે જ્યારે એવી ખબર પડે કે સિલિકોન વેલીની દરેક મોટી કંપનીઓમાં દર ચોથો ચહેરો ભારતીય છે!!! તો પછી પ્રશ્ન ત્યાં ઉભો થાય કે ખોટ કઈ જગ્યાએ છે? શિક્ષણપ્રણાલી? રાજકારણ? મતદાતાઓનાં સ્થાને? કે પછી રાજકારણીઓની જગ્યાએ?

ઉપસંહાર

દેશનાં શિક્ષણ માટે સરકાર પણ ઘણું કરે જ છે. ફરક માત્ર એટલો છે કે હવે આપણને રાજકારણનાં હકારાત્મક પાસાંઓ જોવા કરતાં ફક્ત ખરાબ ચીજોને ચીતરવામાં વધુ રસ પડવાં લાગ્યો છે જાન્યુઆરી, ૨૦૧૦માં ગવર્નમેન્ટે દેશભરની ૪૪ શિક્ષણ-સંસ્થાઓ પાસેથી યુનિવર્સિટીની પદવી છીનવી લીધી હતી જેનું એકમાત્ર કારણ ત્યાંનાં ભણતરનું નિમ્ન સ્તર હતું! અને આવા તો ઘણા ઉદાહરણો છે.

ગવર્નમેન્ટ શિક્ષણનું સ્તર ઊચું લાવવા માટે સુધારા-વધારાઓ અને યોજનાઓ હાથ ધરી રહી છે. તેમણે આ બાબતે હજુ વધુ કડક થવાની આવશ્યકતા છે. મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવી એ દરેક સરકારનું પહેલું કાર્ય છે. ભારતીય રાજકારણને હવે યુવાનોની વધુ જ‚ર છે, જે આજની પેઢીની માનસિકતાને સમજી શકે. એ દરેક શિક્ષણસંસ્થાઓ કે જે ભ્રષ્ટાચાર અને ગુનાખોરીની આગમાં ભડકે બળી રહી હોય તેનાં પર પ્રતિબંધ લગાવવો અત્યંત જ‚રી છે. સવાસો કરોડની વસ્તી ધરાવતાં દેશનાં યુવાધન માટે વૈકલ્પિક શિક્ષણને પ્રોત્સાહન મળવું જોઈએ જેથી દરેક વ્યક્તિ પોતાની જાતનો આદર્શ બની શકે! આપણાં પૂર્વજો દ્વારા અપાયેલ યોગદાનને આપણે નકારી ન શકીએ, પરંતુ લુપહોલ્સ (છટકબારી) અને દેશનાં રાજકારણ પ્રત્યે ‘આંખ આડા કાન’ પણ ન જ કરી શકીએ સ્વ કરતાં સમાજ અને સમાજ કરતાં પણ વધુ પ્રાધાન્ય રાષ્ટ્રને આપીને આ પરિસ્થિતિમાં મોટો બદલાવ જ‚ર આવી શકે તેમ છે..!

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.