તબીબી ડીગ્રી ધરાવતા આ અધિકારીઓ ગુજરાતભરના વિવિધ જિલ્લાઓના એસ.આર.પી.સ્ટાફને કોરોના લક્ષણ સમયે શું કરવું? ઘેર સારવાર લેવી કે હોસ્પિટલમાં ?  તમામ તબીબી સલાહ ફોન પર આપશે

એસપી લેવલના અધિકારીઓની તબીબી ડીગ્રીનો લાભ પણ હવે રાત દિવસ ફરજ બજાવતા અર્ધલશ્કરી દળને મળશે. આ માટે મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વધુ એક મનવતાવાદી પગલુ ભરવામાં આવ્યું છે. તબીબી ડીગ્રી ધરાવતા દોઢ ડઝન અધિકારીઓને આ માટે વિશેષ તબીબી જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્ય પોલીસ તંત્રના તબીબ ડિગ્રી ધરાવતા દોઢ ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓને તેમના તબીબી જ્ઞાનનો લાભ જેમને ભાગ્યે જ કોઈ ઓળખે છે તેવા એસ.આર.પી. જવાનોને કોરોના જેવા લક્ષણો દેખાઈ તેવા સમયે તુરત મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવતા અર્ધ લશ્કરી બળ જેવા એસ.આર.પી.જવાનોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

ઉકત અધિકારીઓમા રાજકોટના પૂર્વ ડીસીપી અને હાલના પોરબંદર એસપી ડો. રવી સેની, રાજકોટ પૂર્વ એસીપી ક્રાઇમ ડો. હર્ષદ પટેલ, સાયબર ક્રાઇમ ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરનાર વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા સહિત 18 અફસરોની સમાવેશ છે, સુપ્રત જવાબદારીની વિગતો આ મુજબ છે.

(1) ડો. લીના એમ. પાટીલ પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા ગોધરા, દાહોદ, એસ.આર.પી. જુથ-04 – પાવડી અને જુથ-05, ગોધરા 99784 05077 (2) ડો.કરણરાજ વાઘેલા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર અને વડોદર શહેર. વડોદરા (શહેર તેમજ જીલ્લો), છોટાઉદેપુર, જુથ-01, વડોદરા તથા જુથ-09, વડોદરા. 99784 08976 (3) ડો. સુધીર જે. દેસાઇ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર. નર્મદા, ભરૂચ, એસ.આર.પી. જુથ-18, કેવડીયા કોલોની 99784 06094 (4) ડો. પાર્થસજસિંહ ગોહીલ પોલીસ અધિક્ષક, મહેસાણા. મહેસાણા, પાટણ, એસ.આર.પી. જુથ- 15, મહેસાણા 99784 05074,  (5) ડો. રવી મોહન સૈની પોલીસ અધિક્ષક, પોરબંદર પોરબંદર, દેવભુમી દ્વારકા 99784 05073 (6) ડો. રવીન્દ્ર પટેલ નાયબ પોલીસ કમિદ્રર ઝોન-1, અમદાવાદ શહેર. અમદાવાદ રૂરલ, ખેડા, એસ.આર.પી. જુથ-07, નડીયાદ અને જુથ-ર0, વિરમગામ 99784 05062 (7)ડો. લવિના વિ. સિન્હા, મદદનીશ પોલીસ અધિક્ષક, વિરમગામ.  સુરેન્દ્રનગર, ભાવનગર   99874 07080 (8) ડો. રાજદિપસિંહ એન. ઝાલા, પોલીસ અધિક્ષક, વલસાડ વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય, એસ.આર.પી. જુથ-10, રૂપનગર-  વાલીયા   99784 05085  (9) ડો, હર્ષદ કે. પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક, કંટ્રોલ રૂમ, અમદાવાદ. અમદાવાદ શહેર, એસ.આર.પી. જુથ- 02, અમદાવાદ 99784 05093 (10) ડો. હરપાલસિંહ એમ.જાડેજા, સેનાપતિ, રા.અ.પો.દળ જુથ-12, ગાંધીનગર, ગાંધીનગર, સાબરકાંઠા, એસ.આર.પી.  જુથ-12, ગાંધીનગર અને જુથ-06  મુડેટી,  99784 05334 (11) ડો. હાર્દિક એસ. માકડિયા, નાયબ પોલીસ અધિક્ષક, સાઇબર ક્રાઇમ, વડોદરા શહેર. આણંદ, ગીર સોમનાથ 85860 73213, (12) ડો. જીજ્ઞેશકુમાર જે. ગામીત નાયબ પોલીસ અધીક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, ડાંગ ડાંગ, તાપી, એસ.આર.પી. જુથ-14, કલગામ 94261 51091, (13) ડો. કાનન એમ. દેસાઇ, વિભાગીય પોલીસ અધિકારી, લીમખેડા- દાહોદ અમરેલી, બોટાદ 99784 08205, (14) ડો. કિરણ કે. ઠાકુર, નાયબ પોલીસ અધિકારી, એસ.સી./એસ.ટી. સેલ, જુનાગઢ.  જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, એસ.આર.પી. જુથ-8 ગોંડલ અને જુથ- 21 બેડી (હાલ કેમ્પ- ગોડંલ) 85111 ર0175,  (15) ડો. કુશલ આર. ઓઝા, 3ર વિભાગીય પોલીસ અધિકારી, ડિસા – બનાસકાંઠા, બનાસકાંઠા કચ્છ (પુર્વ અને પશ્ચિમ) એસ.આર.પી. જુથ-03, મડાણા અને એસ.આર.પી. જુથ-16, ભચાઉ, 89804 997ર7, (16)ડો. સાગર બી. સાંબડા, મદદનીશ પોલીસ કમિશ્નર, ઇ-ડીવીઝન, અમદાવાદ શહેર. જામનગર, મોરબી, એસ.આર.પી. જુથ-17, ચેલા-જામનગર, 90160 50000 , (17) ડો. સંજય એમ. શર્મા, નાયબ પોલીસ અધિકારી, કંટ્રોલ રૂમ, પો.મહા. અને મુ.પો.અધિ.શ્રીની કચેરી, ગાંધીનગર. રાજકોટ શહેર, સુરત શહેર, એસ.આર.પી. જુથ-13, રાજકોટ અને જુથ-11, વાવ-સુરત 99084 08100  (18) ડો. હાર્દિકકુમાર એન. પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક, મહિસાગર, અરવલ્લી 99246 38678

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.