જીનિયસના 20 તારલાઓનું કૌશલ્ય ઝળહળી ઉઠ્યું
રાજકોટની જાણિતી જીનિયસ સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પોતાના કૌશલ્ય દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને તેમના વાલીઓનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ જીલ્લામાંથી 518 સ્પેશ્યલ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં જીનિયસ સુપર કિડ્સના 20 બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
ખેલ મહાકુંભની ગોળા ફેંક સ્પર્ધામાં મંત્ર હરખાણી પ્રથમ ક્રમાંક અને હેતલ પાનસુરીયા દ્વિતીય ક્રમાંક 500 મીટર સાયકલ રેસમાં પ્રથમ સ્થાને ભરાડ હિરવા અને પીપલવા માહિન દ્વિતીય સ્થાન, જ્યારે 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક હેત પાનસુરીયા, 50 મીટર દોડમાં ચોવાટીયા હિરવા પ્રથમ નંબર અને સોફ્ટ બોલ થ્રો સ્પર્ધામાં ચોવાટીયા હિરવા દ્વિતીય સ્થાને,
આ ખેલ મહાકુંભમાં જીનિયસ સુપર કિડ્સનાં એકેડમિક હેડ બિજલબેન હરખાણી જિલ્લા કક્ષાનાં પ્રતિનિધી તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને રોકડ ઇનામ પ્રથમ આવનાર ખેલાડીને પાંચ હજાર, દ્વિતીય સ્થાન ત્રણ હજાર અને ત્રીજા આવનાર ખેલાડીને બે હજાર રૂપિયા આપવામાં આવશે.
આ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીઓ મંત્ર હરખાણી, હિરવા ભરાડ અને ચોવાટીયા હિરવા અમદાવાદ ખાતે યોજનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ભાગ લેનાર અને વિજયી થનાર તમામ દિવ્યાંગ બાળકોને રાજકોટ જિલ્લાના કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાએ અભિનંદન આપ્યા હતા. ચેરમેન ડી.વી.મહેતા અને સીઇઓ ડીમ્પલબેન મહેતાએ આગામી સ્પર્ધાઓમાં બાળકો શાળાનું અને તેમના માતા-પિતાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.