વકીલો, અસીલો અને કોર્ટના સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડયો: જયારે જજ ખુશખુશાલ

નવી પેપર લેસ સિસ્ટમને કોર્ટમાં પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ઇ કોર્ટ સિસ્ટમને પ્રથમ પાંચ કોર્ટમાં પ્રાથમીક ધોરણે લાગુ કરવામાં આવતા વકીલો અને અસીલો દ્વારા સોમવારે કોર્ટમાં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો.

સુપ્રિમ કોર્ટની સામાન્ય પ્રક્રિયાનો ઉનાળુ અંતરાલ પછી પ્રારંભ કરવામાં આવતા આ પાંચ કોર્ટોમાં માત્ર ડીજીટલ કોપી દ્વારા જ પીટીશન દાખલ કરવાની હોઇ પીટીશનતે જજના ઉ૫સ્થિત થયા પહેલા મોનિટરમાં દાખલ કરવાનું જણાવવામાં આવ્યું હોઇ ચીફ જસ્ટીસ તેને સુખદ  ક્ષણ ગણાવી રહ્યા છે. તેમના મતે હવે દળદાર પાઇલ હવેથી તેમણે  જોવી નહી પડે અને તેના બદલે તેમનું ટેબલ ચોખ્ખુ જોવા મળશે. આ પ્રકારના એક કેસમાં એક ચીફ જસ્ટીસને વિધાનો અનુભવ થયો હતો જયારે તેમને કોઇ દ્વારા પેપર હેન્ડ ઓવર કરવામાં આવ્યા હતા. તેમજ હાલ ડીજીટલાઇઝેશનના પ્રારંભમાં તેમણે આ પેપરનો સ્વીકાર કર્યો હતો.

વડીલો દ્વારા હવે તમામ ડોકયુમેન્ટને ઇલેકટ્રોનીકલી જજ ને પરીક્ષણ માટે રજુ કરવા પડશે માટે પાંચ કોર્ટમાં ગઇકાલે નવી પઘ્ધતિના પગલે કાયદા માટે અસીલોએ પણ સોફટ કોપી રજુ કરવી પડશે. જુના કેસો જે રીતે ચાલે છે તેમ ચલાવાશે. જયારે અન્ય કોર્ટના રેકોર્ડ હજુ સિસ્ટમાં દાખલ કરવાના બાકી છે. ત્યારે તેમને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટના આસીસ્ટન્ટ ને જજને મદદ કરવા માટે વારંવાર આવવુ પડે છે. તથા કોર્ટના સ્ટાફને જે હેરાનગતિ થઇ છે. તેના કારણે ભારે યાતના ભોગવવી પડી રહી છે.

કોમ્પ્યુટર ગ્લીચ માટે વકીલો અને અસીલો દ્વારા કોર્ટના કોમ્પ્યુટર રુમમાં ઘસી જવું પડયું હતું. વિશાળ કોર્ટ ‚મમાં કયાંક સંયુકત તો કયાંક અલગ ‚મ ફાળવાયા છે ત્યારે કોર્ટ ‚મમાં વકલો, સ્ટાફ અને અસીલોને ભારે ધકકા મુકકીનો સામનો કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.