આયુર્વેદનું પંચકર્મ નેચરોપથી-યોગ વગેરેથી અલગ છે યોગ એ રાજયોગની ક્રિયા છે જયારે પંચકર્મ હઠયોગની પ્રક્રિયા છે શરીરને કષ્ટ આપી કરવામાં આવતો યોગ એટલે ‘પંચકર્મ’

‘અબતક’ સાથે ચાય પે ચર્ચામાં ‘પંચકર્મ’નું મહાત્મ્ય સમજાવવા માટે ડો. કેતન ભીમાણી અને ડો. ગૌરાંગ જોશી દ્વારા ‘હેલ્થ ઈઝ વેલ્થ’ પર વાર્તાલાપ

‘અબતક’નો વિશેષ કાર્યક્રમ આયૂર્વેદ આજ નહીં તો કયારે ? અંતર્ગત ખાસ કરીને ‘પંચકર્મ’નું મહાત્મ્ય વિષે ડો. કેતન ભીમાણી અને ડો. ગૌરાંગ જોશી દ્વારા ‘હેલ્થ ઈઝ વેલ્થ’અને ‘સ્વાસ્થ્ય જ આપણી મુળી છે’ તેવા વિચાર સરણીનો વૈભવ કે જેમાં આયુર્વેદ નેચરોથેરાપી, પંચકર્મ વગેરે શરીરના વિવિધ રોગોમાં કયાં અને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને તેની સારવાર અને રોગોને અટકાવવાની પ્રક્રિયાઓ વિશેનો વિસ્તૃત વાર્તાલાપ ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો જેની સંક્ષિપ્ત માહિતી અહિ પ્રસ્તુત કરવામાં આવી છે.

સવાલ: પંચકર્મ શું છે?

જવાબ: ડો. ગૌરાંગ જોશીએ પંચકર્મ વિશે છણાવટ કરતા જણાવ્યું કે આયુર્વેદમાં ત્રણ દોષ અને સાત ધાતુ બતાવવામાં આવી છે. જેમાં વાત-પિત અને કફ આ ત્રણ દોષ જયારે રસ-રકત-માંસ,અસથી મજજા અને શુક્ર આમ દરેકને પોષણ અને શુધ્ધિ કરણની જરૂર છે. ટુંકમાં કહીએ તો શરીરમાં રહેલ દુષિત કચરો બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ‘પંચકર્મ’, શરીર શુધ્ધિ કરણની પ્રક્રિયા એટલે પંચકર્મ.

સવાલ: માલીશ-સેકએ પંચ કર્મ કહી શકાય…?

જવાબ: ડો. કેતન ભીમાણીએ આ પ્રશ્ર્ને પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે આયુર્વેદનું પંચકર્મ નેચરોથેરાપી, યોગ વગેરેથી અલગ છે. યોગ એ રાજયોગની ક્રિયા છે. જેમાં શરીરને સારૂ રાખી યોગ કરવાની ક્રિયા છે. જયારે પંચકર્મ હઠયોગની પ્રક્રિયા છે.જેમાં શરીરને કષ્ટ આપી કરવામાં આવતી પ્રક્રિયા છે. શેક, માલિશ, શીરોધારા વગેરે સુખરૂપ પંચકર્મ ખરૂ પરંતુ આયુર્વેદ દ્રષ્ટિએ પંચકર્મએ શરીરનું શુધ્ધિકરણ એમ કહી શકાય.

સવાલ: ‘પંચકર્મ’ કયા પ્રકારનાં રોગોમાં ઉપયોગી છે?

જવાબ: આયુર્વેદ ત્રિદોષ એટલે કે વાત-પિત-કફ પર ચાલતુ વિજ્ઞાન છે. શરીરમાં કયા રોગમાં કયુ કર્મ કરવું તે આયુ. ડોકટર નકકી કરી શકે પંચકર્મની ચિકિત્સા પહેલા જુદાજુદા પુર્વ કર્મ કરવામાં આવે છે.જયારે પ્રધાન કર્મ જે એક પ્રકારની સર્જરી છે.

આમ પંચકર્મ ત્રણ સ્ટેજમાં વહેચાયેલું છે. પંચકર્મમાં ઘી અભિયંગ -વમન કે વિરેચનથી અકલ્પનિય ફાયદાઓ સમાયા છે.જયાં પંચકર્મની સુવિધાઓ છે ત્યાં પંચકર્મ થાય છે. અને ‘પંચકર્મ’ કરાવવા માટે શિયાળાની સીઝન શ્રેષ્ઠ માનવામાં આવે છે.જેનાથી શરીર નવલપલ્લીત થાય છે.

સવાલ: ‘પંચકર્મ’ અંગેનો ભય વ્યાજબી છે?

જવાબ: આયુર્વેદ દ્રષ્ટિએ રોગ પ્રમાણે નહીં પરંતુ રોગી પ્રમાણે સારવાર આપવી તેજ પંચકર્મ છે.જેમાં તાસીર, દિનચર્યા, પ્રકૃતિ, વગેરે મેદી પંચકર્મ કરવામા આવે છે. જેમાં પેસ્ટનું સત્વ જાણી સત્વશીલ બનાવીએ અને લોકોને અન્ય કોઈ ભય ન લાગે અથવા ઘીની અરૂચી હોય તો તેને દવા આપીએ છીએ જેમ કપડાને શુધ્ધ કરવા ધોકો મારવો પડે તેમ શરીરને શુધ્ધ કરવા કષ્ટતો વેઠવું જ પડે પરંતુ ભય રાખવાની જરૂર નથી.

સવાલ: તંદુરસ્ત વ્યકિત પંચકર્મ કરાવી શકે?

જવાબ: પંચકર્મની પ્રક્રિયાઓ તંદુરસ્ત વ્યકિત પણ કરાવી શકે અને હેલ્ધી વ્યકિતએ વર્ષમાં એક વખત તો ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ‘પંચકર્મ’નો ખરેખર સમય ગાળો 120 દિવસનો છે. પરંતુ તબીબો પણ હવે પ્રેકટીકલ થયા છે. જેથી લોકો પોતાના રોજીંદા જીવન કાર્ય કરતા કરતા પણ પંચકર્મની ટ્રીટમેન્ટ કરાવી શકે છે.

સવાલ: આયુર્વેદ-નેચરોપથી, પંચકર્મ એકબીજા સાથે કનેકટેડછે?

જવાબ: સામાન્ય રીતે તાવ-કબજીયાત-માઈનેન વગેરે બીમારીઓ મટાડવા એલોપેથી તબીબો દવા આપશે જયારે હોમિયોપેથીમાં ઝેરનું મારણ ઝેર આયુર્વેદ દવા તકલીફ દૂર કરવા જયારે પંચકર્મ એ બિમારી નહી પરંતુ બીમારીનું કારણ જુએ છે જે કારણને ગોતી અને કાઢવાનું કાર્ય કરે છે. ખરેખર તો શરીર અને મનનો કચરો કાઢવાનો શ્રેષ્ઠ ઉપચાર પંચકર્મ.

વૈદ્ય સભાના ડો.ભીમાણી અને જોષીએ વધુમાં જણાવ્યું હતુકે પહેલુ સુખ તે જાતે નરવા શરીરને સારૂ રાખવા માટે આપણે પણ શરીરની સાવચેતી રાખવી જોઈએ. શરીર અને મનનો દુષીત કચરોકાઢવો એટલે સર્વે શ્રેષ્ઠ સારવાર એટલે ‘પંચકર્મ’ જોકે તમામ વીટામીનોથી ભરપૂર એવા આમળા શિયાળામાં આમળાનું સેવન કરવું જોઈએ જેમ ઈમારતનો પાયો મજબુત હોય તો ઈમારત લાંબા સમય સુધી મજબુત રહી શકે તેમ શરીરનો પાયો મજબુત હશે તો શરીરરૂપી ઈમારતમાંથી દુષક્ષીત કચરો કાઢયા પછી નીરાસરણીયક ચિકિત્સા વધુ લાભદાયી બની શકે.

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે પંચકર્મ એ બીમારી નહી પરંતુ બીમારીનું કારણ ગોતે છે જેમકે વાયુના કારણે 80 પ્રકારના પીતથી 40 પ્રકારના જયારે કફ દ્વારા 20 પ્રકારના રોગો થાય છે. પરંતુ પંચકર્મ જુદી જુદી પધ્ધતિઓ અપનાવી રોગનું કારણ જાણી અને કારણને બહાર કાઢવાનું કામ કરે છે. તે અંગે દાખલો ટાંકતા તેઓએ જણાવ્યું હતુ કે મકાનને સાફ કરવા માટે તેમાથી કચરો કાઢી અને બહાર ફેકવામાં આવે છે. ત્યારબાદ પગલુછણીયુ મૂકવામાં આવે છે. જેથી કરીને બહારનો કચરો ઘરમાં ન ઘુસે તેજ પ્રક્રિયા શરીર માટે પણ લાગુ પડે છે. શરીરનો દુષીત કચરો બહાર કાઢયા પછી પગલુછણીયા રૂપી રસાયણની ચિકિત્સા કરવાશુ તો હેલ્થ ઈઝ વેલ્થનું સુત્ર મહંદ અંશે સાકાર કરી શકીશું અને સ્વચ્છ જીવન સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.