પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલિ જરદારી અને તેની બહેને કરેલા મોટા ગોટાળાના રૂપીયા મજુરોના ખાતામાં જમા કરાવ્યા હોવાની આશંકા
કાગડા બધે કાળા
પાકિસ્તાનના એક ફેરીયાના ખાતામાં ૨૫૦ કરોડ રૂપીયા મળી આવતા તે તપાસ એજન્સીઓની નજરે ચડી ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેના ખાતામાં જમા કરવામાં આવેલી રકમ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલિ જરદારીના કરોડો રૂપીયાના ગુપ્તધનના મામલા સાથે જોડાયેલી હોય તેવી શકયતા છે.
કરાચીના ઓરંજી ટાઉન વિસ્તારમાં રહેતા અબ્દુલ કાદિરને તપાસ માટે એજન્સી તરફથી એક નોટીસ આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેના ખાતામાં ૨૫૦ કરોડ રૂપીયા મળી આવ્યા છે. અબ્દુલને આ રકમ અંગે કંઈ જ ખબર નથી.
અબ્દુલના ભાઈએ તેને જણાવ્યું કે તેના નામે તપાસ એજન્સી તરફથી સમન્સ આપવામાં આવ્યા હતા. અબ્દુલે કહ્યું આ દુનિયામાં હું સૌથી દુર્ભાગ્યશાળી વ્યકિત છું. જેવી રીતે તપાસ એજન્સી કહે છે કે મારા ખાતામાં કરોડો રૂપીયા છે પરંતુ મારી હાલત સુધારવામાં આ રૂપીયાનો ઉપયોગ થઈ શકતો નથી.
તપાસ એજન્સીઓના સુત્રોના જણાવ્યા પ્રમાણે કાદિરના બેંક ખાતામાં મળેલા ૨૫૦ કરોડ રૂપીયાની રકમ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલિ જરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુરના કરોડો રૂપીયાના ગુપ્તધન ઘોટાળાથી જોડાયેલા છે. આ સિદ્ધિ ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે અબ્દુલ કાદિર જેવા ઘણા લોકો છે. જેમને ખબર નથી કે તેમના નામના ખાતામાં આ ઘોટાળાની મોટી રકમ જમા કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સિંઘ ક્ષેત્રમાં લગભગ એક ડઝન એવા ખાતાની વિગતો સામે આવી છે જે ગરીબ લોકોના અને ખાસ કરીને મજુર વર્ગના ખાતા છે અને તેમાં મોટી રકમ જમા કરાવવામાં આવી છે તો બીજી દેશમાં એવા લગભગ ૫૦૦ ખાતા છે જેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સંયુકત તપાસ એજન્સી દ્વારા ૩૫ કરોડ રૂપીયાના ઘોટાળાની તપાસ શરૂ કરી છે.