તમે તમારી પત્ની કે તમે તમારા પતિને કેટલીવાર અને ક્યારે I LOVE YOUકહ્યું છે ? યાદ છે? મોટે ભાગે લોકો તેની લાગણી વ્યક્ત કરવામાં કંજૂસાઇ કરતા હોય છે. આવી કંજૂસાઇ સ્ત્રી કરતા પુરુષમાં વધુ તીવ્ર હોય છે. તમારા સાથીમાં તમારે શું જોઇએ છે તેનામાં શું ઘટે છે ? તમારે તમારા સંતોષ માટે તેનામું શું જોઇએ છે તેની વાત કરવામાં સંકોચ ન રાખવો જોઇએ. ખાસ કરીને બેડરુમ એક્ટિવીટી એટલે કે સેક્સને લઇને.
વર્ષો સુધી સફળ દેખાતા દાંપત્યજીવનને અંગે એ શક્ય છે કે બન્ને અથવા બન્નેમાંથી એક પાત્ર સેક્સને લઇને અસંતોષ અનુભવતા જોવા મળે છે. જાહેરમાં તો ઠીક છે પણ આપસમાં પણ પતિ-પત્ની આ વિષયને લઇને ચર્ચા કરવામાં લગ્ન જીવનને જોખમમાં મુકવા જેવુ થાય છે. આથી ચર્ચા કરવાનું ટાળે છે.
સેક્સ માત્ર શારીરીક સમાગમ અને તેની પરાકાષ્ઠા માત્ર નથી. શારીરીરક સાનિધ્ય અને પ્રેમથી એકબીજાનાં શરીર ઉપર લાગણી ભર્યા સ્પર્શને પણ સેક્સછી પરિભાષામાં આવરી લેવો જોઇએ. મોટે ભાગે સેક્સને પુરા વિશ્ર્વમાં શારીરીક સમાગમ સાથે જોડીને જ વ્યાખ્યાક્તિ કરવામાં આવ્યો છે. આવી ગેરમાન્યતા પહેલા કૂથપાથીયા પુસ્તકોથી આવી અને સાંપ્રાત સમયમાં ટેલિવીઝન, ફિલ્મો અને પોર્ન સેક્સને વાસ્તવિકતા સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. સેક્સ ક્યારેય વાસ્તવમાં પરિપૂર્ણ હોતો નથી. જો એવું જ હોય તો એકવાર માણેલા સેક્સ બાદ એ આખરી વારનો સેક્સ બની જવો જોઇએ. આમ બનતું નથી. અને દરેક સેક્સ વખતે અનુભવાતો સંતોષ ક્ષણીક હોય છે.
સેક્સ લાઇફ માત્ર રુટિન પ્રક્રિયા બની જાય એ પહેલા બન્ને પાત્રોએ એકબીજા સાથે ખુલ્લા મને ચર્ચા કરી લેવી જોઇએ. ખાસ કરીને સ્ત્રીએ આ અંગે પહેલ કરવી જોઇએ. આવી પહેલથી પોતાનું પુરુષ પાત્ર પોતાનાં અંગે શુ વિચારરે તે વિચારવાનું જ સ્ત્રીએ છોડી દેવું જોઇએ.