યોગથી મનને શાંતિ મળે છે તે વાત તો અનેકવાર ચર્ચાઈ ચૂકી છે. પરંતુ તાજેતરમાં જ એ પણ સિધ્ધ થયું છે કે યોગ કરવાથી ગરદનનો અસહ્ય દુ:ખાવો પણ મટી શકે છે.
ગરદનનો દુ:ખાવો અસહ્ય હોય છે જયારે તેની સતત થતી અવગણનાં વ્યકિતને ડીપ્રેશનનો ભોગ પણ બનાવી શકે છે. ત્યારે તેની માટે કોઈ દવા કે અન્ય કસરતોની સાથે યોગ પણ અસરકારક સાબીત થાય છે. યોગ કરવાથી આ દુ:ખાવો ગાયબ થઈ શકે છે.જેના માટે ખાસ આઠ સપ્તાહનાં યોગના પ્રયોગ વિશે જણાવવામાં આવ્યું છે.
ગરદનના દુ:ખાવાને દૂર કરતા ૮ સપ્તાહનાં આ યોગના પ્રયોગમાં માનસીક તાણથી પણ મૂકિત મળે છે. આ સચોટ વાત ૯૦ જેટલા દર્દીઓ પર થયેલા પ્રયોગ બાદ રજૂ કરવામાં આવી છે.
નિષ્ણાંતોનાં મતે ગથી દુ:ખાવાથી રાહત મળે છે અને ધીરેધીરે દુ:ખાવો કાયમ માટે દૂર પણ થઈ શકે છે. નિષ્ણાંતોએ એ વાત પણ સ્વીકારી હતી કે યોગના પ્રયોગથી શારીરીક તેમજ માનસીક સ્વસ્થ્યતા સુધરે છે. અને તેના પ્રયોગથી અનેક રોગ અને દુ:ખાવાથી મૂકિત મળી શકે છે.