વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના મહત્ત્વાકાંક્ષી નિર્ધારિત રોડ મેપ પર નિશ્ચિતપણે આગળ વધી રહેલા આર્થિક પરિમાણો હવે પૂર્ણ રીતે ગતિ પકડી ચૂક્યા છે વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા માટે જરૂરી એવા તમામ પરિબળો હાથ વગા કરવાની કવાયત હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર લક્ષ્ય સિદ્ધિ નો સમય કેમ ઓછો કરવો તે જ આયોજનનો વિષય બન્યો છે.
અર્થતંત્ર ને સુદ્રઢ બનાવવા આયાતનું ભારણ ઘટાડો નિકાસને વેગ આપી વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સ્થાનિક ધોરણે ઉત્પાદન વધારવા ઉપર ભાર મૂકવો જરૂરી બન્યું છે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ અને પ્રોડકશન લિંક ઈન્સેન્ટિવસ્કીમ દ્વારા નવા ઉદ્યોગો ના નિર્માણ થી લઇ ઘરેલું ઉત્પાદન દર વધારવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે
તેના પરિણામો દેખાવા લાગ્યા છે ઘરેલુ ઉત્પાદનો ની અવેજીના કારણે જાપાન અમેરિકા અને મધ્ય યુરોપના દેશ માંથી કરવામાં આવતી અનેક પ્રકારની આયાતમાં ઘટાડો આવ્યું છે ટેક્સટાઇલ ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગો માં ભારતની આત્મનિર્ભરતા ને લઈને વિદેશી આયાતનું પ્રમાણ સંપૂર્ણપણે કાબુમાં આવતી જાય છે તેની સામે નિકાસને વેગ મળતા ઓગસ્ટ મહિનામાં જ ભારતની નિકાસમાં45.76ટકા નો ઉછાળો નોંધાવ્યો છે.
અર્થતંત્રને નિકાસનું મજબૂત પીઠબળ મળ્યું છે તેની સાથે સાથે શેરબજારમાં પણ તેજીનું વાવાઝોડું થયું હોય તે બતય લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 260.78કરોડે પહોંચી છે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય પ્રગતિ માટે ઉદ્યોગની સાથે સાથે ખેતીનો વિકાસ પણ મદદરૂપ થઇ રહ્યો છે દેશના અર્થતંત્રનીગાડી પુરપાટ ઝડપે ગોરી રહી છે ત્યારે નિકાસ તેમાં ઇંધણનો કામ કરશે અને મહાસત્તા બનવાની મંઝિલ જેમ બને તેમ જલ્દી થી શરૂ થઈ જશે તેવા સંજોગો સ્પષ્ટ બન્યા છે