શરીરનો સૌથી મોટો ઘટક પાણી પણ ઓકિસજનથી બનેલો છે, જેમાં હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ છે એટલે જ H2o કહેવાય છે.
પૃથ્વી પર વસતા તમામ સજીવો શ્ર્વાસ દ્વારા હવામાંથી ઓકિસજન લઇને જીવે છે. આથી ઓકિસજનને પ્રાણ વાયુ પણ કહેવાય છે. હાલના કોરોના મહામારી ચાલે છે જેમાં દર્દીનું ઓકિસજન લેવલ ઘટે છે તેથી હવે બધા લોકો જાગૃત થવા છે મશીનથી જાતે લેવલ ચેક કરવા લાગ્યા છે.માનવના જીવન ટકાવવા માટે હવા, પાણી, ખોરાકની સૌથી વિશેષ જરૂરીયાત છે. ગ્લોબલ વોમિંગને કારણે, પર્યાવરણને નુકશાનને કારણે ઋતુ ચક્રોમાં ફેરફાર થવા લાગ્યો છે, આપે હવામાંથી ઓકિસજન લઇને ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢીએ છીએ તો વનસ્પતિ આ કાર્બન ડાયોકસાઇડ લઇને ઓકિસજન બહાર કાઢે છે એટલે જ વૃક્ષો વધારે હોય તો આવનારા દિવસોમાં કુદરતી ચક્ર જળવાય રહે છે, માણસોની સાથે પ્રાણીઓ પણ હવામાંથી જ ઓકિસજન લે છે. આપણા શ્ર્વાસ ઉપરાંત ઘાતુનું કટાવવું, કોઇ પદાર્થ કે કંઇ સળગે ત્યારે પણ ઓકિસજન વપરાય છે.અપણી સૃષ્ટિ આપણે જ નષ્ટ કરી રહ્યા છીએ, સૂર્ય પ્રકાશથી વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને પણ થોડો ઓકિસજન ઉમેરે છે જે કુદરતી ક્રમ છે, વનસ્પતિઓ ઓકિસજન આપે જ છે. ઓકિસજનનું પર્યાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી પર્યાવરણમાં ચક્રાકારે વહન કરે તેને ઓકિસજન ચક્ર કહે છે, વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ કુલ વાયુ પૈકી ર૧ ટકા છે. કાર્બન ડાયોકસાઇડના ઘટક તરીકે ઓકિસજન મુકત રીતે વાતાવરણમાં પરિભ્રમણ કહે છે. આ વાયુપ્રાણીઓ શ્ર્વાસમાં લઇને વાતાવરણના કાર્બન ડાયોસાઇડ વાયુ મુકત કરે છે. આ વાયુનો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયામાં ઉપયોગ કરી વાતાવરણમાં ઓકિસજન વાય છોડે છે. ઓકિસજન દહનમાં, શ્ર્વસનમાં અને ઓકસાઇડ નિર્માણમાં ઉપયોગી છે. એક વૃક્ષ દર વર્ષે ૩૦ લાખનો ઓકિસજન આપે છે. ગ્લોબલ બચવા એક લાખ કરોડ વૃક્ષો વાવવા પડશે.ઓકિસજન પ્રકૃતિ છે અને પ્રકૃતિ ઓકિસજન ચક્ર છે. પૃથ્વી પર જીવનની ઉત્ક્રાંતિ વિકાસ માટે ઓકિસજન સાથે બીજી ઘટકો તે કુદરતે કે અન્ય તત્વો કરતાં વધારે છે. એક અલગ વસ્તુ તરીકે ઓકિસજનને ૧ ઓગસ્ટ ૧૭૭૪ના રોજ નકકી કરાયું હતું. આપણા ગ્રહ પૃથ્વીમાં તમામ ઘટકોમાં ઓકિસજન સૌથી વધુ હિસ્સો ધરાવે છે. પ્રકૃતિ ઓકિસજન વિતરણ અચંબિત છે, તે પ્રકૃતિમાં હોવાથી પૃથ્વી ગ્રહ વાતાવરણમાં નોંધાય છે. બીજા ગ્રહોમાં છે કે નહીં? અહી માનવજીવન શકય છે તો બીજે શકય છે? ટુંકમાં માનવીનાં પ્રાણની રક્ષા પ્રાણવાયુ મળે એટલી જ વાર શકય બને છે.