જન્મદિવસે સમાજને પ્રેરણા આપવા માલિક અમીષ દેસાઇ દ્વારા અનેરું કાર્ય
રાજકોટની તપસ્વી સ્કુલના અમીષભાઇ દેસાઇ એ તેમના જન્મદિવસ નીમીતે એક લોકોમાં એક જાગૃતિ આવે અને સમાજને પ્રેરણા આપવા સ્કુલના ૧૪૦૦ બાળકોને ફુલ છોડના રોપાનું વિતરણ કરેલ અને સાથે સાથ કઇ રીતે આ રોપાને ઉછેરવા તે અંગે બાળકોને માહીતગાર કર્યા હતા અને આમ અમીષભાઇ દેસાઇએ પોતાના આ જન્મદિવસની ખાસ ઉજવણી પર્યાવરણના જતનના ઉદ્દેશથી કરી હતી અને અબતક સાથેની વાતચીતમાં તેઓએ પોતાના જન્મદિવસ નીમીતે આ ઉજવણીને અને પર્યાવરણ પ્રત્યેની લાગણી પણ વ્યકત કરી હતી. જેતપુર નિવાસી અને રાજકોટને કર્મભુમી બનાવનાર અમીષ દેસાઇએ રાજકોટ કોટેચાનગર મેઇન રોડ ખાતે નાના પાયે ૧૯૯૯માં તપસ્વી ઇન્સ્ટીટયૂટ શરૂ કરી શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી શરૂ કરેલ.
બહુ ટૂંકાગાળામાં આ ઇન્સ્ટીટયુટ રાજકોટની અવ્વલ નંબરની સંસ્થા બની ગયેલ. ત્યારબાદ વિદ્યાર્થી અને વાલીઓના સુંદર પ્રતિભાવને ધ્યાને લઇ ૨૦૦૯માં યુનિ. રોડ ઉપર તપસ્વી સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ, આજે આ સ્કૂલ પણ રાજકોટની નામાંકિત સ્કૂલોમાંથી એક સ્કૂલ તરીકે ગણના થઇ રહી છે.
આજે બાળકોને રોપા આપી ગ્રીન રાજકોટ બનાવવાની શરૂઆત કરાઇ: અમીષભાઇ
અબતક સાથેની વાતચીતમાં તપસ્વી સ્કુલના ઓનર અમીષભાઇએ જણાવ્યું હતું કે આજરોજ મારા જન્મદિવસની ઉજવણીના ભાગરુપે ઘણા વર્ષોથી રહેલી અંદરની એક ઇચ્છા… કે દરેક વ્યકત જે પોતાના જીવનમાં વૃક્ષારોપણ કરે અને જેટલા વર્ષની તેમની ઉમર છે તેટલા વર્ષથી એમને પાસે વૃક્ષો હોય તો આજરોજ તપસ્વી સ્કુલમાં ૧૪૦૦ બાળકોને એક એક રોપો આપી અને રાજકોટને ગ્રીન રાજકોટ ગ્રીન ગુજરાત અને ગ્રીન ઇન્ડીયા બનાવાની શરુઆત કરેલ છે. અને આની સાથે બાળકોનું વૃક્ષોનું જતન કેમ કરવું અને કઇ રીતે જતન કરવું. એની યોગ્ય માહીતી અમે બાળકોને આપી છે જે રીતે ભારતમાં ગ્લોબલ વોમીંગ ચાલી રહી છે. તો આ ગ્લોબલ વોમીંગથી આપણે આપણી આવતી પેઢીને બચાવવા અને જે રીતે આપણે કુદરતનું નીકંદન કાઢી નાખ્યું છે. તે માટે ફરીથી આપણી બીજી પેઢી માટે કાંઇ સારુ કાર્ય હોય તો એ છે કે વૃક્ષારોપણ કરવું જે અમે ખુબ જ દ્ઢ પણે માનીએ છીએ. અને બાળકોને પણ એ સંદેશો આવ્યો છે કે આજે મારા જન્મદિવસ નીમીતે વૃક્ષ આપ્યું છે. તે જ રીતે દર વર્ષે તમારા જન્મદિવસ ઉપર એક વૃક્ષ વાવો અને તેમનું જનત કરો ખાલી વાવવાથી આપણું હેતું સર નહી થાય પણ તેને આપણે ખુબ જ લાંબો સમય સાંચવીએ તો જ એ સાચું છે.