માણસ પોતાના શોખ માટે એક વધુ ગાડીઓ રખવાનું પસંદ કરે છે. આ 21મી સદીના સમયામાં જગ્યાની ટુકાંતરીના કારણે પાર્કિંગની સમસ્યાઓ સર્જાય છે. આ ટ્રાફિકના મુદે મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે એક PILની સુનાવણી દરમિયાન કહ્યું છે કે ફ્લેટનો માલિક એકથી વધુ વાહનો રાખી શકશે નહીં. . આ મામલે અધિકારીઓને નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું કે જેમની પાસે એક કરતાં વધુ વાહનો છે અને પાર્કિંગની જગ્યા નથી, તેમને એકથી વધુ વ્યક્તિગત વાહન રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીએ જણાવ્યું હતું કે જેમની પાસે ચાર કે પાંચ વાહનો હોય અને માત્ર એક જ ફ્લેટ હોય તથા જેમની પાસે વાહન રાખવાની સોસાયટીમાં પાર્કિંગની પૂરતી જગ્યા ન હોય એવા લોકોને 1 થી વધુ ગાડી રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોર્ટે આ વાત નવી મુંબઈના રહેવાસી સંદીપ ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કહી હતી, જેમાં ઠાકુરે સરકારી આદેશને પડકાર્યો હતો. ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેટરી એક્ટમાં સુધારો કરતી વખતે ફ્લેટ્સ અને બિલ્ડિંગ્સ બનાવનારા ડેવલપર્સને પાર્કિંગની જગ્યા ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું.
વિકાસકર્તા પાર્કિંગ માટે જગ્યા આપતો નથી
ઠાકુરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ડેવલપર્સ નવી ઇમારતોમાં પાર્કિંગની પૂરતી જગ્યા પૂરી પાડતા નથી, જેના કારણે કોલોની અને સોસાયટીઓમાં રહેતા લોકોને તેમના વાહનો બહાર રસ્તા પર પાર્ક કરવા પડે છે. આ સિવાય હાઈકોર્ટે કહ્યું કે જે લોકો સરળતાથી વાહનો ખરીદી શકે છે તેમને ચાર-પાંચ વાહનોની મંજૂરી આપવી ખોટી છે. વાહનો લેતા પહેલા, તમારે તપાસવું પડશે કે તમારી પાસે કાર પાર્ક કરવા માટે પૂરતી જગ્યા છે કે નહીં.
30% રસ્તાઓ પાર્કિંગથી ઘેરાયેલા છે
વાહનોની વધતી જતી સંખ્યા અંગે વાત કરતા કોર્ટે કહ્યું કે આજે પાર્કિંગના કારણે રસ્તાની બંને બાજુ 30% વહનોથી ઘેરાયેલી હોય છે. આવા રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હવે સામાન્ય બની ગયું છે. આ મામલે કોર્ટે રાજ્યના સરકારી વકીલ મનીષ પાબલે પાસેથી બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.