ગુજરાતી એટલે એકદમ મોજીલા જેમનો મુખ્ય ખોરાક દાળ, ભાત, શાક, રોટલી. ગુજરાતીઓમાં સૌથી વધુ કવતો ખોરાક એટલે રોટલી. શું તમને ખબર છે કે રોટલીમાં સૌથી વધારે સુગર હોય છે? હા આ હકીકત છે. વધુ પડતી રોટલી ખાવાથી ડાયાબિટીસ થવાની સંભાવના વધે છે. ઘઉં, ચોખા અને મકાઈમાં શરીર માટે માઈક્રો ન્યુટ્રીશિયન ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. શરીર માટે દ્યઉં, ચોખા અને મકાઈ જેવા અનાજની જેમ બાજરી, સોયાબીન જેવા જાડા (મોટા) ધાનનો ઉપયોગ ખોરાકમાં કરવો હિતાવહ છે.
આપણાં દેશમાં રોજિંદા ખોરાકમાં રોટલી સાથે બાજરાના રોટલા પણ જોવા મળે છે. સમય જતાં લોકો હવે નવી જનરેશન તરફ વળતા થયા છે અને લોકોના રોજિંદા ખોરાકમાં પણ બદલાવ આવવા લાગ્યા છે. હવે શહેરી વિસ્તારોમાં બાજરાના રોટલા જેવુ ખાણું અદ્રશ્ય થતું જાય છે અને લોકો ફાસ્ટ ફૂડ તરફ વળવા લાગ્યા છે જે શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણું નુકશાનકારક છે.
આપના રોજિંદા ખોરાકમાં મોટે ભાડે દાળ, ભાત, શાક, રોટલી જ હોય છે. ઘઉંમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જ્યારે શરીર માટે મિનરલ, વિટામીન્સ, કેલ્સિયમ, ફાયબર, આયન સહિતના સૂક્ષ્મ તત્વો ઘણા ઓછા હોય છે. જુવાર, બાજરો, રાગી, જઉં સહિતના મોટા અનાજ ખોરાકમાં લેવા હિતાવહ છે.
- ઘઉં, ચોખા, મકાઇમાઠી કાર્બોહાયડ્રેટ મળે છે જેમાં ઓછા પ્રમાણમાં ફેટ, પ્રોટીન, મિનરલ પણ મળે છે.
- જુવાર, બાજરો, સોયાબીનમાંથી પ્રોટીન, કેલ્સિયમ, આયન, વિટામીન્સ, ફાઈબર મળી રહે છે.
- ચણા, મગ, તુવેર, અડદ, મસૂર જેવા કઠોળને રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવાથી પ્રોટીન વધુ માત્રમાં મળે છે.
- તલ, રાય જેવા ખોરાકમાં વધુ માત્રમાં ચરબી હોય છે.