૯૫ ટકા પેડીયાટ્રીક પેશન્ટ ઉ૫ર એન્ટીબાયોટીક બે અસર!
હોિ૫સ્ટલાઇઝ થતાં મોટાભાગના પેડીયાટ્રીક પેશન્ટને ઇન્ફેકશન સામેની લડત માટે એમ્પીસીલીન નામની એન્ટીબાયોટીક આપવામાં આવે છે. પરંતુ ૯૫ ટકા દર્દીઓને હવે આ દવા અસર કરતી નથી ! આવું જ એન્ટીબાયોટીક લેતા મોટાભાગના દર્દીઓ સાથે બની રહ્યું છે. ખાસ કરીને યુવા વર્ગને એન્ટીબાયોટીકની અસર ઓછી થઇ રહી છે. અવાન નવાર એન્ટીબાયોટીક લેવાની આદત અને અપડેટ થઇ રહેલા રોગ યુવાનોમાં એન્ટીબાયોટીકની અસર ઓછી કરી રહ્યા છે. શીશુઓમાં ચિંતાજનક રીતે એન્ટીબાયોટીક બેઅસર થઇ રહી છે. પેડીયાટ્રીક દર્દીને એન્ટીબાયોટીકની જરુરીયાત વધુ રહે છે. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે યુવા દર્દીઓને એન્ટીબાયોટીકની અસર થતી નથી તેવું નવી મુંબઇની એપોલો હોસ્પિટલના સંશોધનમાં ફલીત થયું છે.
રોગ પ્રતિકાર શકિતમાં ઘટાડો અને આ શકિત વધારવા માટેની દવા બેઅસર થઇ રહી હોવાની યુવાનો ગંભીર માંદગીમાં સપડાતા થયા છે. આ યોગ્ય સમાધાન લાવવા પ્રયોગો ચાલુ છે.