Abtak Media Google News

મૂળ પ્રાકૃત (અર્ધમાગધી)માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે “પજ્જો-સવન”. જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે.

ક્ષમા યાચના : આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે ગિતેલ વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે. શ્વેતાંબરો માટે આ દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ એકમનો દિવસ હોય છે. “મિચ્છામિ દુક્કડં” બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે “જો જાણતા – અજાણતા મારાથી કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનુ મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.”

સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.

પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના 150 વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને 2200 વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.

શ્વેતાંબર ફિરકાઅમાં આ તહેવાર 8 દિવસનો ઉજવાય છે. આઠ દિવસના આ પર્વ દરમ્યાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જે અંતર્ગત પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ નું વાંચન થાય છે. આ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ચોથના થાય છે. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે આ ઉપરથી છેલ્લા દિવસને સંવત્સરી પણ કહે છે.દિગંબર ફિરકામાં આ પર્વ પર્યુષણથી એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી 10 દિવસ મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે. પર્વના 10 દિવસો દરમ્યાન ઉમાસ્વાતીના તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. દસમા દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર્ લોકો અનંત ચતુર્દશી ઉજવે છે તે દિવસે ઘના શહેરોમં મુખ્ય મંદિર તરફ સરઘસ કાઢવામાં આવે છે

પર્યુષણ માઁ ધર્મના દસ ભાગોનું પાલન કરવામાં આવે છે: આર્ય ક્ષમા (forbearance), માર્દવ (નમ્રતા), અર્જવ (uprightness), સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ , તાપસ (તપ), ત્યાગ , અકિંચ્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય ,આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં.

પ્રતિકામણ …. કરવું: વાર્ષિક પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિકમણ કહેવાય છે. આ દિવસ પર્યૂષણ સાથે આવતો હોવાથી સંવત્સરી અને પર્યુષણએ એકબીકજાના સમાનાર્થી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

પ્રતિકમણમાં છ આવશ્યક હોય છે:

  • સામાયિક: અહં ભાવને ત્યાગીને સમતા ભાવમાં રહેવું.
  • ચૌવિસંથો: 24 તીર્થકરો (તથા અન્ય પણ)ની સ્તુતિ.
  • વંદણા કે વંદના : દેવ ગુરુ આદિને વંદન.
  • પ્રતિકમણ કે ભૂતકાળમાં કરેલ વ્રતભંગ કે અનૈતિક વ્યવહારની ક્ષમાયાચના.
  • કાર્યોત્સર્ગ: નિયંત્રણ દ્વારા શરીરથેએ છૂટા પડવું.
  • પ્રત્યાખ્યાન: નિયમ કેવ્રત લેવું.
  • પ્રતિક્ર્મણની તલસ્પર્ષી વિધી પુસ્તકોમાં મળી આવે છે. જીણવટથેએ પ્રતિક્રમણ કરતાં ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે. જોકે આવશ્યક ક્રિયાઓને અલ્પ સમયનમાં પૂરી કરી શકાય છે.
  • દિગંબર પ્રણાલીમાં ઘણી વખત પ્રતિકમણને જ સામાયિક કહેવામાં આવે છે.
  • પરંપરાએ પર્તિકમણની વિધીઓ અમુક ખાસ મુદ્રામાં બેસીને કરવાની હોય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.