માતાજીના ગબ્બરના દ્રશ્ય, ‘લોકસંગીતના સમન્વયથી ૩૦ બહેનો અને ૬ ભાઈઓ ગરબાને કંઠ આપશે.
આરાધના મંડળ દ્વારા તા.૭ને રવિવારે રાત્રે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે બેઠા ગરબાની પરંપરાને જીવંત રાખવાના ભાગરૂપે માતાજીના ગરબા અને લોક સંગીતના ભજનોનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. આરાધના મંડળના કલ્યાણીબેન તથા ધ્વનિ વછરાજાનીનાં માર્ગદર્શન હેઠળ ‘મંગલ વરસે આજ માં ને મંદિરીએ’ નામના કાર્યક્રમમાં ૩૦ બહેનો અને ૬ ભાઈઓનાં કંઠે માતાજીના ગરબા ગવાશે. કાર્યક્રમની વિશેષતામાં સ્ટેજને માતાજીના ગબ્બરની થીમ સાથે બનાવવામા આવશે.
અબતકની મુલાકાતે આવેલા કલ્યાણી વછરાજાનીએ જણાવ્યું હતુ કે ગરબો એ ગુજરાતની શાન છે. માતૃશકિત જગજનનીનો મહિમા વર્ણવતા સદીઓથી ગરબા ગવાતા આવ્યા છે. ગત વર્ષે બેઠા ગરબાના આયોજનની સફળતા બાદ આ વર્ષે પણ અમે બેઠા ગરબાનો કોન્સેપ્ટ લાવી રહ્યા છીએ. કાર્યક્રમના પાસ ડો. વિભાકર વછરાજાની હોસ્પિટલ, ૩,૧૩ જાગનાથ પ્લોટ અખીલ ભારતીય નાગર પરિષદ કાર્યાલય ખાતેથી મેળવી શકાશે. કાર્યક્રમને સફળ બનાવવા કલ્યાણી વછરાજાની, ભાવનાબેન કચ્છી, સપનાબેન ઢેબર, જલ્પા વસાવડા, વિજ્ઞા અંજારીયા, ગાયત્રી દેસાઈ, અરૂણાબેન છાયા, રક્ષાબેન પોટા, ધ્રુવાબેન અંજારીયા, કૃતિબેન વસાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.