જીવરાજબાપુની સમાધિએ જુવાર વિધિ બાદ સંતો મહંતોની ઉ૫સ્થિતિમાં કરાય ઘોષણા
સતાધારની જગ્યાના મહંત જીવરાજબાપુને મંગળવારના રોજ સતાધાર જગ્યામાં જ બાપુની સમાધિ દેવામાં આવેલ આજરોજ ગુરુવારના રોજ સમાધિ જુવારવાની વિધિ સંપન્ન થયેલ આ તબ્બકે ચલાલાથી બલકુબાપુ તથા મુકતાનંદજીબાપુ ભારતીયસાધુ સમજના રાષ્ટ્રીય અઘ્યક્ષ પરબથી કરશનદાસબાપુ , શેરનાથબાપુ, કેશવાનંદબાપુ, દ્વારકાથી શારદાપીઠથી જગદગુરુ શંકરાચાર્યો કૃપા શિષ્ય નારણાનંદજી મહરાજ પાળીયાદથી નિર્મળાબા, શિહોરથી જીણારામબાપુ, તોરણીયાથી રાજેન્દ્રદાસબાપુ જુનાગઢથી ઇન્દ્ર ભારતીબાપુ નિરુબાપુ, કિશનદાસબાપુ, બલખાથી રામરુપદાસજી બાપુ, સુરજદેવળથી મહારાજ રાજબાપુ, જુનાગઢથી સદાનંદજીબાપુ, ચાપરણથી લવજીબાપુ નેશડીયા સુડાવડથી સિતારામબાપુ તેમજ અનેક નામી અનામી સંતો મહંતો પધારેલ આ પ્રસંગે સતાધાર જગ્યાના લધુ મહંત શ્રી વિજયબાપુને પધાર્રલ સંતોએ તેમની પરંપરા મુજબ શ્રી વિજયબાપુને (પાઘ) પાઘડી પહેરાવી પરંપરાગત સતાધાર જગ્યાના મહંત ધોષીત કરવામાં આવેલ આ તબ્બકે આવેલ ભકતો તેમજ સેવક ગણોએ હર્ષ ઉલ્લાસથી વધાવી લીધેલ સતાધારની જે પરમપરાચાલી આવે છે. તે ધરા હવે પૂર્ણ જવાબદારીથી વિજયબાપુના હાથમાં સોંપવામાં આવેલ છે. અને ગુરુ પરંપરા મુજબ જગ્યાનો કારભાર ચલાવશે તેવી આવેલ સંતો મહંતોએ અપેક્ષા રાખેલ છે. આ જગ્યા અઢારે આલમની હોય અહીયા કોઇ નાતજાત જ્ઞાતિવાદ આઘ્યાત્મકાના વાડા કયારે રાખવામાં આવેલ નથી હરેક જ્ઞાતિ જાતિના ભકતો સેવકો અંક પંગતમાં બેસીને ભોજન (પ્રસાદ) લે છે. રરપ વર્ષથી રોટલોને ઓટલો આપવા પરમપરા અવિરત ચાલી રહેલ છે. કયારેય પણ ઉભી રહી ગયેલ હોય તેવો એક પણ રેકોર્ડ નથી જે સતાધાર એટલે સતના આધારે ચાલતી આ જાગના પીરાણાની નિશાની બતાવે છે. આ તબ્બકે પુજયશ્રી બ્રહ્મલીન જીવરાજબાપુને શ્રઘ્ધાસુમનના બેપુષ્પો ચડાવવા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રુપાલા અને ભાજપ જીલ્લા પ્રમુખ તેવા કીરીટભાઇ પટેલ આ પ્રસંગે ઉ૫સ્થિત રહી શ્રઘ્ધા સુમનના પુષ્પો અપર્ણ કરેલ.
જીવરાજબાપુને શ્રધ્ધાંજલી અર્પવા વિસાવદરમાં પ્રાર્થના સભા યોજાઈ
બ્રહ્મલીન જીવરાજબાપુને પુષ્પાંજલી અર્પણ કરવા વિસાવદર સમસ્ત ગામે પૂ.પુજય મુકતાનંદજીબાપુના અઘ્યક્ષ સ્થાને પ્રાર્થનાસભા લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવેલ વિસાવદર પંથકના એક ભોળીયા સંતના નામથી ઓળખાતા શ્રી જીવરાજબાપુ બ્રહ્મલીન થતા આ પંથકમાં એક શોકનું મોજુ ફરી વળેલ છે. આ તબ્બકે વિસાવદરના શાયયો ગ્રુપ દ્વારા શ્રી બાપુને પુષ્પાંજલી અર્પણ કરવાનો એક કાર્યકમ રાખવામાં આવેલ આ તબ્બકે પ.પૂ. મુકતાનંદનજીબાપુ, બળવંતપુરીબા, બીલખા ચેલૈયા જગ્યાના મહંત થી રામરુપદાસજી, સ્વામી નારાયણ ગુરુકુળથી સરજી સ્વામી તથા વોરા સમાજના જનાબ સાહેબ તેમજ મુસ્લીમ સમાજના મોલાજી તેમજ દરેક સમાજના ભાવિકો જનો આ સમયે બહોળી સંખ્યામાં પુષ્પાંજલી અર્પણ કરવા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમના પ્રસંગે પ.પૂ. મુકતાનંદજી બાપુએ કરેલ કે બાપુના જવાથી આપણને ઘણી ખોટ પડી છે. પરંપુ સારા અર્થમાં તે સ્થુળ શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ સદેવ તે આપણી સાથે હતા છે અને રહેશે. જન્મ લે છે તેનું મૃત્યુ તો નિશ્ર્ચીત છે જ દરેક સમાજ ભાઇચારો કેળવે એકબીજાને સહયોગી બની અને જે દેશ રાષ્ટ્રમાં રહેતા હોય તે રાષ્ટ્રને પ્રેમ કરે અને તેને આદર સાથે આ પ્રસંગે વ્હોરા સમાજના જનાબ સાહેબે તેના વકતવ્યમાં જણાવેલ કે અમારા ધર્મગુરુ પણ એજ સંદેશો આપે છે. કે તમો જયા રહો છો જે ધરતી ઉપર રહો છો તેના આદર કરો અને દરેક ધરતી દેશના બંધારણને અનુસરવું આપી કહેવામાં આવેલ આ તબ્બકે ઘનશ્યામભાઇ સાવલીયા, રમણીકભાઇ દુધાત્રા, વિજયભાઇ ભટ્ટ, ઇશ્ર્યાસ મોદી, ચંદુભાઇ ચૌહાણ, ભાસ્કરભાઇ જોષી, અબુલીભાઇ હિરાણી, બાબભાઇ ખુમાણ પોતાની વાણીની પુષ્પાંજલી અર્પણ કરી હતી.