દેશના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTએ સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે આદેશ આપ્યો છે કે દેશભરમાં ‘critically polluted area’ ભયજનક રીતે પ્રદુષીત વિસ્તારોમાં આવેલી પ્રદુષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝને ત્રણ મહિનામાં બંધ કરવામાં આવે. એનજીટીએ આ નિર્ણય લેતા કહ્યું કે આર્થિક વિકાસ લોકોના સ્વાસ્થ્યને દાવ પર લગાવી કરી ન શકાય . આ નિર્ણયથી સફેદ અને લીલી એટલે કે બીન પ્રદુષણકારી ઇન્ડસ્ટ્રીઝના સંચાલન પર કોઇ અસર નહીં પડે.

2009-10માં CPCB અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સાથે મળી એક અધ્યયન કર્યું હતું. જેમાં દેશભરના ઔદ્યોગિક ક્લસ્ટર્સને એ આધારે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવી કે તે કેટલી પ્રદુષીત છે. અધ્યયનમાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી હતી. જે નાજુકરૂપથી પ્રદુષીત, ગંભીર રીતે પ્રદુષીત અને અન્ય પ્રદુષીત વિસ્તાર.

એજન્સીના રિપોર્ટ પ્રમાણે એનજીટી ચેરપર્સન જસ્ટિસ આદર્શ કુમાર ગોયલે સીપીસીબીને આદેશ આપ્યો છે કે તે રાજ્ય કંટ્રોલ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ સાથે મળી રિસર્ચ કરે કે આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં કેટલું પ્રદુષણ ફેલાવ્યું છે અને તે માટે તેણે કેટલો દંડ ભરવ જોઇએ. આ દંડની રકમમાંથી એ વિસ્તારને પ્રદુષણ મુક્ત બનાવવામાં થતો ખર્ચ અને લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થયેલા નુકશાન સામેલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.