જીનીંગ મીલરો પાસે સૌથી વધુ દેણું ! કુલ ૧૬ પેઢીઓ સામે કાર્યવાહી

રાજકોટ જીલ્લામાં રીઢા બાકીદારો ઉપર કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. સિકયુરીરાઇઝેશન એન્ડ રીફન્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ  એન્ફોસમેન્ટ ઓફ સિકયુરીટી ઇન્ડ્રસ્ટ એકટ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિકર્યોડ એસેટસનો કબ્જો બેંકને આપવામાં આવે છે. જીલ્લાના બાકીદારો અંગે અલગ અલગ બેંકો અને ફાયનાન્સ કંપનીઓ તરફથી આપવામાં આવેલી દરસ્ખાતો ઉપર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ડો. વિક્રાંત પાંડેએ આવી લોન માટે બેંકના તારણ ઉપર મુકવામાં આવેલી પેઢીઓની સ્થાવર અને જંગલ મિલ્કતોનો કબ્જે બેંકોને સોંપવા માટે મામલતદારોને આદેશ કરવામાં આવ્યા છે.

આ બાકીદારોમાં ભાવેશભાઇ રમેશચંદ્ર સવાણી, રાજકોટ પાસે ૧૯,૬૭,૦૦૦ ‚પિયા લેણા નીકળે છે. આ ઉ૫રાંત ઉપેન્દ્રસિંહ ચુડાસમા ૫.૪૮ લાખ, શૈલેષભાઇ પરમાર ૧૦.૫૪ લાખ, અનીલભાઇ ધકાણ ૯.૦૫ લાખ, યશરાજ માર્કેટીંગ ૨૩.૪૪ લાખ, જલારામ ઓટો મોબાઇલ્સ ના ૩૯.૦૮ લાખ, મેસર્સ બાલાજી એન્ટરપ્રાઇઝ ૫.૩૯ લાખ, રામભાઇ ટોળીયા ૯.૩૮ લાખ, કૈલાસ જીનીંગ એન્ડ પ્રેસીંગ, હડમતાળા ના ૧૫.૯૬ કરોડ, મે. આઇડીયલ પેઇન્ટસ એન્ડ પોલીમર્સ ૭.૩૦ લાખ, શીવ એન્ટરપ્રાઇઝ ૧.૦૩ કરોડ, સંગ્રામ સાંઢલા વગેરેના ૩૦.૭૫ લાખ, ગીરીરાજ મશીન ટુલ્સ ૩૯.૦૮ લાખ, વિરલ રસીકભાઇ વડેરા ૬.૫૪ લાખ, રાજેશ ગંગાણી, શીવમ કોટન ઇન્ડસ્ટ્રીઝ ૩.૨૧ કરોડ, મેસર્સ જલારામ કોટનના ૮૪.૨૭ લાખની રકમ લેણી નીકળતી હતી કુલ ૨૮,૪૫,૫૪,૦૦૦ કરોડની લેણી રકમ બેંકમાં સમયસર ચુકવવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.