આર્મી ચીફ બિપીપ રાવતે વિશ્વાસ અપાવ્યો છે કે જો મેજર લીતુર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું હશે તો તેમને તેની સજા મળશે. મેજર ગોગોઈ પર આરોપ છે કે બુધવારે એક હોટલમાં છોકરીની સાથે મળ્યા હતા. ત્યાં ગોગોઈનું સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ તેમને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી છે. આર્મીએ મેજર ગોગોઇ વિરુદ્ધ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે અને ઇન્ક્વાયરી પૂરી થયા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે આર્મી ચીફ સાથે મીડિયાએ સવાલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન દરમિયાન આર્મી ચીફ ગુરુવારે કાશ્મીર ઘાટીની સ્થિતિનો નિરિક્ષણ કરવા પહોંચ્યા.
Army has ordered Court of Inquiry against Major Gogoi and appropriate action will be taken after the inquiry is finalized: Indian Army https://t.co/EoyGWp8tAa
— ANI (@ANI) May 25, 2018
આર્મી ચીફે કહ્યું કે, હિન્દુસ્તાનની સેનાનો કોઈ પણ હોદેદ્દાર હોય જે તો કોઈ ખોટી કાર્યવાહી કરે છે અને અમારી નજરે આવે છે કે તેણે ખોટી કાર્યવાહી કરી છે તો તેની પર એક્શન લેવામાં આવશે. જો મેજર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું છે તો હું વિશ્વાસ આપું છું કે તેમને કડક સજા કરવામાં આવશે અને હું સજા એવી આપીશ કે તે ઉદાહરણરૂપ બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com