લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા ૩૩ બાકીદારો સામે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની કાર્યવાહી
વિવિધ બેંકોનું રૂ.૪૭ કરોડનું બાકી લેણુ વસુલવા માટે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મિલકત જપ્તીના આદેશ કર્યા છે. આ માટે બેંકો દ્વારા કુલ ૩૩ જેટલી દરખાસ્તો આવી હતી. ત્યારે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ તમામ લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા બાકીદારોની મિલકત જપ્તીનો હુકમ કરી મિલકતોનો કબજો બેંકને અપાવવા માટે મામલતદારોને અધિકૃત કર્યા છે.
રાજકોટ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા બાકીદારોની મિલકત જપ્તી કરવા માટે ૩૪ દરખાસ્ત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. આ તમામ દરખાસ્તને જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ માન્ય રાખીને ૩૩ આસામીઓની મિલકત જપ્ત કરી તેનો કબજો બેંકને સોંપવાનો હુકમ કર્યો છે. જેથી આ કામ માટે અધિકૃત કરવામાં આવેલા મામલતદારો દ્વારા બાકીદારોની મિલકત જપ્ત કરીને તેનો કબજો બેંકને સોંપવામાં આવશે.
બાકીદારો મેસર્સ રાજકોટ પોલીપેક પ્રા.લી. રૂ.૭૩૯૩૧૭૦, વિમલાબેન રાજેન્દ્રભાઈ વાંક રૂ.૬૧૬૮૮૫, મેસર્સ પાયલ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૪૨૮૦૯૧૯, મેસર્સ પાયલ ઓઈલ ઈન્ડસ્ટ્રી રૂ.૬૯૮૦૨૧, મેસર્સ ન્યુ કંચન મશીન ટુલ્સ રૂ.૬૮૯૫૩૫૭, મુકેશકુમાર રણછોડભાઈ કોલારા રૂ.૫૧૮૩૩૩, મેસર્સ દ્રષ્ટિ એન્ટરપ્રાઈઝ રૂ.૬૫૪૭૫૪૫. મેસર્સ જી.જી.હિન્સુ એન્ડ કાૃં. રૂ.૫૭૯૧૪૧૦, જે.આર.ડી. એન્ડ એસોસીએટર્સ રૂ.૧૧૧૮૭૮૦, પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ રામાણી રૂ.૧૬૦૩૨૩૮, ઘનશ્યામ હરજીભાઈ લખતરીયા રૂ.૧૪૩૬૩૩૨, મેસર્સ નંદ એન્ટરપ્રાઈઝ રૂ.૨૪૫૩૦૮૪,
મેસર્સ હિતેષ ઈન્ડ. રૂ.૧૧૮૪૮૦૩૮૮, મનસુખ ગાંડુભાઈ બાલધા રૂ.૭૭૨૬૯૮૧, મેસર્સ ભાર્ગવ પ્રોટીન્સ રૂ.૧૯૦૬૧૮૯૫, મેસર્સ ગીતા એગ્રો રૂ.૫૧૭૭૭૧૦, રાજ રાજસીભાઈ જોગલ રૂ.૪૪૯૦૯૨૪, કિરણકુમાર રતિલાલ પીત્રોડા રૂ.૬૧૦૮૫૧, મયુરધ્વજસિંહ દિગ્વીજયસિંહ જાડેજા રૂ.૪૬૩૧૦૧૨, છગનભાઈ ગોરધનભાઈ ગુંદાળીયા રૂ.૧૧૪૯૮૯૭૬, મહેશભાઈ પરસોતમભાઈ ગુંદાણીયા રૂ.૧૩૨૫૩૮૨૭,
કૃષ્ણકાંત કેશવભાઈ ગીણોયા રૂ.૧૩૦૭૧૭૧૨, મેસર્સ સરદાર કોટન રૂ.૧૧૮૯૯૬૩૭૪, મેસર્સ રીયલ એલોઈ કાસ્ટ રૂ.૨૯૧૫૬૪૨, દિપક અવતરામ ગુલબાની રૂ.૨૧૦૫૬૨૧, અમૃત સોલાર પ્રા.લી. રૂ.૨૪૬૫૦૬૨૩, વિજયસિંહ સુધીરસિંહ ચુડાસમા રૂ.૧૩૫૧૪૦૩, રાજેશ મનસુખ પંડયા રૂ.૨૩૮૩૮૬૪, ભાવેશ બાબુ ગઢીયા રૂ.૫૩૨૯૪૬, વિજય રાઘવજી વાગડીયા રૂ.૩૭૮૪૩૯, ઉમેશ ગૌસ્વામી રૂ.૮૧૦૭૯૪, ભાવેશ વિનુ પરીખ ૧૩૦૨૯૪૬ મળી કુલ રૂ.૪૭,૦૬,૬૩,૮૭૫ની વસુલાત કરવા માટે સ્થાવર તથા જંગમ મિલકતોનો કબજો કરી બેંકોને અપાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.