યે… પ્યાસ કબ બુજેગી…
ગુંદાળા ગામની વીડીમાં દારૂનું કટીંગ થાય તે પૂર્વે ક્રાઇમ બ્રાંચે ૫૭૬૦ બોટલ દારૂ પકડયો છે: પશુ દાણની ખોટી બીલ્ટીના આધારે ક્ધટેનરમાં દારૂ ધુસાડતો: બૂટલેગર ફરાર: કુવાડવા નજીક આઇરસમાંથી પર૯૨ બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
શિયાળાની કડકડતી ઠંડીમાં એક બાજુ સાવજો રાજકોટ પંથકમાં ધામા નાખી મીજબાની માણી રહ્યા છે. ત્યારે બીજી બાજુ થર્ટી ફસ્ટની મહેફીલો માટે મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઠલવાય રહ્યો છે. અને ભર શિયાળામાં પોલીસ બુટલેગરોને હંફાવી અને પરસેવો વાળી રહી છે.
શહેરના પોલીસ બે સ્થળેથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો જેમાં ક્રાઇમ બ્રાંચે કટીંગ થાય તે પૂર્વે ક્રાઇમ ત્રાટકીને ક્ધટેનરમાંથી રૂ. ૨૨.૭૭ લાખનો ૫૭૬૦ બોટલ દારૂ અને ક્રિષ્ના પાર્ક પાસેથી આઇસરમાંથી રૂ. ૧૮.૭૬ લાખની કિંમતનો પર૯૨ બોટલ શરાબ સાથે સગીર સહીત બે શખ્સોને ઝડપી લીધા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે મોટાપાયે રાજયમાં વિદેશી દારૂ ધુસાડવા બુટલેગરો સક્રિય કમિશ્નર મનોઅ અગ્રવાલે રાજકોટની હદમાં તમામ વિસ્તારોમાં કડક હાથે કામગીરી કરવા આપેલી સુચનાને પગલે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ દ્વારા કડક હાથે ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ક્રાઇમ બ્રાંચના એ.સી.પી. ડી.વી. બસીયા, પી.આઇ. વી.કે.ગઢવી અને પીએસઆઇ એસ.વી. સાપરા, સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુંદાળા ગામની વીડીમાં એચ.આર. ૪૭ બી, ૪૯૮૪ નંબરના ક્ધટેનર માંથી વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની કોન્સ્ટેબલ હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા અને સંજયભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફ દરોડો પાડયો છે.
પોલીસના દરોડા દરમ્યાન નાશ ભાગ મચી ગયો હતો અને ક્ધટેનર માંથી રૂ. રર.૭૭ લાખની કિંમતનો ૫૭૬૦ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ દારૂનો જથ્થો વિનોદ ઉર્ફે વિનુ કાજની ગોરીયાએ મંગાવ્યાનુ: ખુલ્યું છે. દરોડા દરમ્યાન નાશી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બુટલેગરો દ્વારા પશુ આહારની ખોટી બીલ્ટી બનાવી પશુ આહારના બદલે વિદેશી દારૂ નો જથ્થો ધુસાડવાની મેલી મુરાદ પર પોલીસે પાણી ફેરવી રહી છે. જયારે એસ.ઓ.જી. ના પી.આઇ. આર.વાય. રાવલ અને પીએસઆઇ એ.એસ. સોનારા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે યુ.પી. ૮૩ બીટી ૮૩૧૦ નંબરની આઇસર ગાડીમાં વિદેશી દારૂ આવી રહ્યાની કોન્સ્ટેબલ સમીરભાઇ શેખ અને અજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે સ્ટાફે કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાસ પાસે વોચ માં હતા ત્યારે ઉપરોકત નંબર વાળા આઇસરને અટકાવી તલાસી લેતા તેમાંથીરૂ. ૧૮.૭૭ લાખની કિંમતના ૫૨૯૨ બોટલ વિદેશી દારૂ સાથે આઇસરના ચાલક દુદારામ ગજાનારામ જાટની અને કાયદામા: સંઘર્ષમાં રહેલા કિશોર ની અટકાયત કરી પોલીસે વાહન અને દારૂ મળી રૂ. ૩૩.૮૨ લાખનો મુદામાલ કબ્જે કરી છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બૂટલેગરો સામે પોલીસની લાલ આંખ
ર૦ દિ’માં રૂ. ૮૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
૬૩ દરોડામાં ૨૨,૧૩૭ બોટલો અને ૨.૧૭ કરોડનો મુદામાલ કબ્જે
રાજકોટમાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને વિદેશી દારૂની હેરાફેરી ગતિમાન થઇ હોય એનકેન પ્રકારે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડાઇ રહ્યો છે. બીજી બાજુ પોલીસ પણ એલર્ટ બની રોજબરોજ વિદેેશી દારુના જથ્થો ઝડપી લઇ બુટલેગરોને હંફાવી રહી છે. ડીસેમ્બર માસનાં છેલ્લા વીસ દિવસમાં શહેરના અલગ અલગ પોલીસ મથકો દ્વારા દારૂના કુલ ૬૩ ક્રેશ ાથે ૨૨.૧૩૭ બોટલ દારૂ સહિત કુલ રૂ. ૨,૧૭,૫૫,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. શહેરની ડીસીબી પોલીસે ર૧ ક્રેશ સાથે રૂા ૮૨,૮૨,૩૮૫ ની કિંમતની ૨૧૫૭૧ દારૂની બોટલ કબજે કરી છે. ભકિતનગર પોલીસ મથકમાં ત્રણ કેશ સાથે રૂ. ૧૬૦૦૦ ની કિંમતની ૩ર બોટલ કબ્જે કરાઇ છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા બે કેશમાં રૂ. ૪૭૦૦ ની કિંમતની ૧૧ બોટલ કબજે કરાઇ છે. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પાંચ કેશ સાથે રૂા ૧,૩૨,૮૦૦ ની કિંમતની ૨૭૧ બોટલ જપ્ત કરાઇ છે. આજી ડેમ પોલીસ દ્વારા સાત કેશ દ્વારા રૂ. ૫૩૦૦ ની કિંમતની ૧૮ બોટલ કબ્જે કરાઇ છે. બી ડીવીઝન પોલીસ દ્વારા સાત કેશ સાથે રૂ. ૩૧,૦૬૦ ની કિંમતની ૨૮ બોટલ કબ્જે કરાઇ છે. થોરાળા પોલીસ દ્વારા પાંચ કેસ સાથે રૂ. ૩૨,૬૦૦ ની કિંમતની ૮૨ બોટલ જપ્ત કરાઇ છે. ગાંધીગ્રામ (યુનિ.) પોલીસ દ્વારા ચાર કેશમાં રૂ. ૯૩૦૦ ની કિંમતની આઠ બોટલ કબ્જે કરાઇ છે. કુવાડવા પોલીસ દ્વારા ૩ કેશમાં રૂા ૨૫૦૦૦ ની કિંમતની ૬ર બોટલ કબ્જે કરાઇ છે. પ્ર.નગર પોલીસ દ્વારા ચાર કેશ સાથે રૂ. ર૧૦૦ ની કિંમતની છ બોટલ તથા માલવીયા પોલીસ મથક દ્વારા બે કેસમાં રૂ. ૨૫૯૯૦ ની કિંમતની બાવન બોટલ ઝડપાઇ છે.