ધ્રાંગધ્રા-જયદેવસિંહ ઝાલા: રાજ્યના દરિયા કિનારે તાઉત્તે વાવાઝોડું ટકરાવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું સોમનાથના દરિયાથી 700 કિલોમીટર દૂર છે. ત્યારે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયા કિનારાને એલર્ટ કરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠાના નજીકના વિસ્તરમાં રહેતા લોકોના તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા નજીક કચ્છના નાના રણમાં વસતા અને મીઠું પક્વવાનું કામ કરતા અગરિયાઓનું વાવાઝોડાના સાવચેતીના પગલે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

kkkk

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેસનના પગલે આગામી 16થી 18 તારીખે ધ્રાંગધ્રા તાલુકાને સ્પર્શતા કચ્છના નાના રણમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાની સંભાવના છે. આથી જિલ્લા કલેક્ટર કે.રાજેશની સુચનાથી ધ્રાંગધ્રા તાલુકાના તેર ગામ (13) કુંડા,કોપરણી, નિમકનગર, નરાળી, જેવા ગામના અગરિયા ભાઈ બહેનો જે રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને આગામી ત્રણ દિવસ સાવચેતીના ભાગરૂપે રણ ખાલી કરી સલામત સ્થળ ઉપર પહોંચવાની સૂચના આપી છે. અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે તાલુકાના સ્થાનિક વહિવટ તંત્ર પણ સજ્જ બન્યુંછે. જ્યારે બાકીનાને શનિવાર સાંજ સુધીમાં સાવચેતીના પગલે સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી બાજુ વાવાઝોડાના પગલે અગરિયાઓને રણ ખાલી કરવાની સૂચના મળતા અગરિયાઓ ટ્રેક્ટરમાં સર સામાન સાથે પોતાના માદરે વતન જવા નીકળ્યા હતા. વાવાઝોડાના પગલે કલેકટર તંત્ર દ્વારા 500 જેટલા અગરીયાઓને સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.