મુંબઇ ઈન્ડિયનના ખેલાડીઓ માટે ટોપ પરર્ફોમેન્ટ અંગે નીતા અંબાણીનું પ્રોત્સાહન પરિણામદાયી બન્યું
એમઆઇ ન્યૂયોર્કે ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમ ખાતે મેજર લીગ ક્રિકેટ (એમએલસી)ની પ્રારંભિક આવૃત્તિ જીતવા માટેસતત અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. ફાઈનલના દિવસે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ ખિતાબ જીતવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, ત્યારે ટીમના માલિક શ્રીમતી નીતા એમ અંબાણી હંમેશની જેમ જુસ્સાથી ટીમની પડખે હતા. મેજર લીગ ક્રિકેટ યુનાઇટેડ સ્ટેટ્સની ટી20 ક્રિકેટ લીગ છે. જુલાઇ 13, 2023થીશરૂ થયેલી એમએલસીની પ્રારંભિક સીઝનમાં એમઆઇ ન્યૂયોર્કે આજે એક રસાકસીભરેલી ફાઇનલમાં સિએટલ ઓર્કાસને પરાજય આપ્યો હતો.
આ મહત્વના આ પ્રસંગે બોલતા શ્રીમતી અંબાણીએ ફાઇનલ માટેના વાતાવરણને ‘અવિશ્વસનીય અને ખરેખર રોમાંચક’ ગણાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સ હવે બે જેન્ડર્સ, ત્રણ ખંડો, ચાર દેશો અને પાંચ લીગમાં તેની હાજરી સાથે ખરેખર વૈશ્વિક ફ્રેન્ચાઈઝી બની છે. તેની પાછળના વિઝન વિશે બોલતા શ્રીમતી અંબાણીએ કહ્યું કે, “વિશ્વભરમાં ક્રિકેટનો વિકાસ અને ખાસ કરીને એમઆઇ યુએઈ, સાઉથ આફ્રિકા અને હવે અહીં યુએસમાં રમી રહ્યું છે તે જોવું અદ્દભૂત રહ્યું. અમારી પાસે મહિલા ટીમ પણ છે જેનો મને ખૂબ જ ગર્વ છે. આવી વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવતી આ યુવતીઓને એક ટીમ તરીકે સાથે આવતા અને રમતા જોવું ખૂબ જ અદ્દભૂત હતું. તે ખૂબ જ હૃદયસ્પર્શી હતું.શ્રીમતી અંબાણીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની શરૂઆતની આવૃત્તિ ગેમ ચેન્જર બની રહેશે.
“હું રમતગમતમાં યુવતીઓની મોટી સમર્થક છું અને મને આશા છે કે અમે તેને દરેક રમતમાં આગળ લઈ જઈશું,” તેમ તેમણે કહ્યું હતું.અંબાણીએ એમઆઇના અનન્ય પરિવારીક ક્ધસેપ્ટ અને તે શું દર્શાવે છે તે વિશે પણ વાત કરી હતી. અમે માનીએ છીએ કે એમઆઇ ખાતે અમે એક કુટુંબ છીએ અને તે અમારી નીતિ છે. તેમાં માત્ર ખેલાડીઓ અને સહાયક સ્ટાફનો જ નહીં પરંતુ અમારા તમામ ચાહકોનો પણ સમાવેશ થાય છે જેમણે એમઆઇને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે. મને લાગે છે કે અમારા માટે સૌથી મહત્વનું અભિયાન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ છે. આ અભિયાને વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતાં ભારતના 22 મિલિયન બાળકોને ટેકો આપ્યો છે. તેથી અમે તે બધાને વન ફેમિલી, એમઆઇ ફેમિલી કહેતાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ.