શૌર્યદિન નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર બજરંગદળ દ્વારા મહાઆરતી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે
જય શ્રી રામ હિન્દુ હી આગેના ધ્યેય સુત્ર સાથે આજે ૬ ડિસેમ્બર ૨૦૧૮નાં રોજ સૌરાષ્ટ્ર પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં કાર્યાલયનો શુભ આરંભ પ.પૂ.શ્રી ૧૦૦૮ જયરામદાસબાપુ (ખોડીયારધામ આશ્રમ કાગદડી)ના શુભ હસ્તે કળશ સ્થાપન કરી કરવામાં આવેલ છે. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઈ મહેતા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઈ પટેલની સંયુકત યાદીમાં હિન્દુ હી આગે મંત્ર સાથે સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જીલ્લામાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ કાર્યરત છે. આજે રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલયનો શુભ આરંભ કરી હિન્દુત્વનાં કાર્યને વેગવંતુ બનાવવામાં આવશે.
આજે ૬ ડિસેમ્બર શૌર્યદિન નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જીલ્લા કેન્દ્રો પર રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા મહાઆરતી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે અને સંસદ મેં કાનુન બનાવો, અયોધ્યામે શ્રીરામ મંદિર બનાવો, અબકી બાર હિન્દુ સરકારના ધ્યેય સાથે કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે. આજનાં કાર્યાલય ઉદઘાટન સમારોહની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળનાં રાજકોટ મહાનગરનાં પદાધિકારી કાર્યકર્તા દ્વારા સંભાળવામાં
આવેલ છે.
કાગદળી ખાતે આવેલ ખોડીયારધામ આશ્રમના મહંત પ.પૂ.૧૦૦૮ જયરામદાસબાપુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હિન્દુ શોર્ય દિવસનાં પાવન દિવસે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ દ્વારા એક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. છેવાડાના હિન્દુને ન્યાય મળે તેવા અન પ્રશ્ર્નોને ઉકેલવા માટે આ કાર્યાલય સ્થાપવામાં આવ્યું છે.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઈ મહેતાએ ૨૪ જુને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ ડો.પ્રવિણ તોગડીયા દ્વારા દિલ્હી ખાત શ‚ કરવામાં આવી હતી તો આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનું સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનનું કાર્યાલય આજે રાજકોટ ખાતે શ‚ કરવામાં આવ્યું. ૬ ડિસેમ્બરને દિવસે ભગવાન રામનું મંદિર સંસદમાં કાનુન લાવી અને સરકાર બનાવે તેવી માંગ દર્શાવી હતી. ગૌહત્યા કાનુન બને આ ઉપરાંત અનેક માંગ દર્શાવી હતી. આ ઉપરાંત લોકોનાં પ્રશ્ર્નોને વાંચા આપવા અંગે જણાવ્યું કે જે લોકોને કંઈપણ પ્રશ્ર્નો હશે તેવો આ કાર્યાલયની મુલાકાતે આવશે. તેમનાં પ્રશ્ર્નોના નિવારણ કરવામાં આવશે. ખાસ તો સળગતા પ્રશ્ર્નો એટલે કે કિશાનોની આત્મહત્યા, બેકારી જેવા વિવિધ પ્રશ્ર્નોને લઈ સંગઠન કામગીરી કરશે.
મહાજ્ઞાનપીઠમ શ્રીનાથગઢથી પધારેલ ધર્માચાર્ય સ્વામી હરીહીરાનંદ સરસ્વતીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છઠ્ઠી ડિસેમ્બરે હિન્દુ શોર્ય દિન નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છનાં લોકો માટે રાજકોટ ખાતે ઝોન ઓફિસ શ‚ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય માણસ ઉપરાંત દરેક વ્યકિતને જે-તે પ્રશ્ર્ન હશે તેનું સમગ્ર નિવારણ આપવામાં આવશે. ખાસ તો વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં જે રીતે ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યું છે તેને નાથવા માટે હવે સાધુ-સંતોએ સતા હાથમાં લઈ ઈમાનદારી પૂર્વક કામ કરવું જોશે ખાસ તો લોકતંત્ર તેને જ કહેવાય જેમાં હોદેદારો સાથે લોકો પણ ખુશખુશાલ રહે