તાજેતરમાં મીનીટેલ્સ ગ્રુપનાં દિવિત શેઠ, પ્રગતિ પુરોહિત દ્વારા હર્ગ્સ એન્ડ મુર્ગ્સ ફાકેટેરીઅલ ઓપન માઈક શો નું ૧૫૦ ફુટ રીંગ રોડ, ગીરીરાજ હોસ્પિટલ સામે, ૫-નવનીત પાર્ક, મેઈન રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગિંગ, કવિતા વગેરે રજુ કરતી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાં શહેરની ૨૫ વ્યકિતઓ જોડાઈ: દિવિત શેઠ
દિવિત શેઠએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, યંગસ્ટર્સ માટે અમે ઓપન માઈક ઈવેન્ટનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટનાં બધા યંગ સ્ટર્સને પરફોર્મ કરવા માટે સ્ટેજ આપીએ છીએ. જે એકદમ નિ:શુલ્ક છે અને ઘણા એવા યંગસ્ટર્સ છે. રાજકોટમાં જેનામાં ટેલેન્ટ છે પણ તેને એક સ્ટેજ નથી મળતું તો તેને એક સ્ટેજ અમારા માધ્યમથી મળે એવી કોશીશ કરીએ છીએ. આજરોજ ૨૫ વ્યકિતઓએ ભાગ લીધો છે. આજનાં આ પ્રોગ્રામમાં સાયરી, કવિતા, ગાઈકી, કોમેડી જેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
યંગસ્ટર્સની કળાને બહાર લાવવા અમે માધ્યમ પુરુ પાડીએ છીએ: પ્રગતિ પુરોહિત
પ્રગતિ પુરોહિતે અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે રાજકોટનાં યંગસ્ટર્સને એવું માધ્યમ પુરુ પાડીએ છીએ જેનાં દ્વારા એની અંદર રહેલી કલા છે. અંદર છુપાયેલી શકિત છે એને અમે બહાર લાવી શકીએ. આમા અમે કોઈ ફી ચાર્જ લેતા નથી કેમ કે આ એક કલાને વધાઓ આપવાની વાત કહી શકીએ. આવી રીતે આ પ્રકારની ઈવેન્ટ અમે દર મહિને મોસ્ટલી કરીએ છીએ. અત્યારનાં લોકોને વધારે મ્યુઝીક, પોયેટ્રી કે પછી સીગીંગમાં વધારે ઈન્ટ્રેસ્ટ હોય છે.
મારા કોલેજકાળનાં શોખ માટે સીંગીંગ જોઈન કર્યું: ઈશીતા શુકલા
ઈશીતા શુકલાએ અબતક સાથે થયેલ વાતચીતમાં જણાવ્યું કે, આજે મેં ઓપન માઈક પર સીંગીંગમાં ભાગ લીધો છે. હું એટલું કહીશ કે એક સ્ટેજ મળવું એ એક સારી વાત છે. આપણા માટે આજે ઈવેન્ટ મેનેજર્સનું વર્ક અને સપોટ ખુબ જ સરસ લાગ્યું. આજે ઓપન માઈક પર ગાયન કરવામાં ખુબ જ મજા આવી. સીંગીંગની લાઈન પસંદ કરવાનું કારણ એટલું જ હતું કે મારો એક કોલેજનાં સમયથી શોખ હતો જેના માટે મેં સિંગીન જોઈન્ટ કર્યું.