૫૮ વર્ષમાં પ્રથમ વખત કસોટીની પરાકાષ્ટા પાર કરી હેપ્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ જીતતી સપના

એશિયન ગેમ્સ ૨૦૧૮

ભારતના એથલેટ્સે અત્યાર સુધીમાં ૧૧ સુવર્ણ, ૨૦ રજત અને ૨૩ કાસ્ય ચંદ્ર જીત્યા

આપણા ગુજરાતીઓમાં એક ખુબ જ પ્રચલિત કહેવત છે  ‘મન હોય તો માળવે જવાય’ કંઇક આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. ભારતીય એથ્લેટસ એશિયન ગેમ્સમાં હેપ્ટાથ્લોનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સપનાએ ૪૮ વર્ષમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવી ભારતના પણ સપના સાકાર કર્યા છે.

ખુબ જ મઘ્યમવર્ગીય પરિવારના સપનાને ગોલ્ડ મેળવવા માટે ઘણા બધા કપરા સંજોગોમાંથી પસાર થવું પડયું છે. એક રિક્ષા ખેચનાર પિતાની પુત્રી સપના બર્મન રમત દરમિયાન ઝડબામાં ઇજા થઇ હતી અને આ ઇજાગ્રસ્ત અવસ્થામાં પણ તેણ કપરા ચઢાણ પાર કરી ભારતને નામે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સજાર્યો છે.

ર૧ વર્ષીય સપના બર્મન હેપ્ટાથ્લોનના સાત કોઠા પાર કરી એશિયન ગેમ્સમાં નામના મેળવી છે. જેમાં ૧૦૦ મીટર દોડ, હાઇજમ્પ, શોટ પ્રુટ, ર૦૦ મીટર દોડ, લોંગ જમ્પ, જેવલીન થ્રો, અને ૮૦૦ મીટર દોડનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લી ત્રણ ઇવેન્ટ દરમિયાન સપનાએ પગમાં અને મોઢા પર ઇજા થઇ હતી આમ છતાં સપનાએ બે દિવસમાં સાત કોઠાની રમત પાર કરી દીધી.

પગમાં થયેલી ઇજાન કારણે તે શુઝ પણ પહેરી શકતી ન હતી આમ છતાં તેણે દુ:ખાવાને ભુલાવીને પોતાના ગોલ્ડના ગોલ્ડને પુરો કર્યો. એશિયન ગેમ્સમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ લાવનાર સપનાને તેની પ્રતિસ્પર્ધીઓએ પણ અભિનંદન પાઠવ્યા અને ખેલદીલી બતાવી હેપ્ટાથ્લોનમાં ત્રીજા ક્રમે આવનાર જાપાનની યુકી પામાસાકીએ સપનાનું સપનું સાકાર થતા ખુશી વ્યકત કરી.

રાહુલ દ્રવિડે સપનાને હીકકતમાં બદલ્યું1467072263 rahurl dravidમઘ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા સ્પના બર્મનના સપનાને સાકાર કરવા રાહુલ દ્રવિડે તેની વ્હારે આવ્યા સપનાનો પરિવાર આર્થિક રીતે ખુબ જ નબળો છે. તેના પિતા સાયકલ રીક્ષા ચલાવે છે આવા સંજોગોમાં સપનાની ટ્રેનીંગનો ખર્ચ તેઓ ઉઠાવી શકે તેમ ન હતા જેને લઇ ભારતીય પૂર્વ ક્રિકેટ રાહુલ દ્રવીડે તેના ટ્રેનીંગ તેમજ સ્કોલરશીપ અને સ્પોન્સરશીપની જવાબદારી ઉઠાવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.