શિક્ષણ વ્યવસાયી બની ગયું છે એટલે તેમાં માહિતી છે, કેળવણી નથી: ગાંધીજીએ શિક્ષણ માટે ‘કેળવણી’ શબ્દનો પ્રયોગ કર્યો છે. વિઘાર્થીને કેળવે તે કેળવણી કહેવાય, આ ભાવનાનો ઉદ્દેશ આજે રહ્યો નથી
શાળા સંકુલોમાં સૌથી ટોચનો સંબંધ શિક્ષક અને વિઘાર્થી વચ્ચેનો છે. આ બે વચ્ચે થતી આદાન-પ્રદાનની પ્રક્રિયા એટલે વર્ગ વ્યવહાર પોતાના વર્ગના બાળકોની તમામ પ્રોફાઇલથી વાકેફ અને બાળકની ભૌગોલિક સ્થિતિ પણ શિક્ષક જાણતો હોવો જોઇએ, પોતાના વર્ગનું બાળકની ભૌગોલિક સ્થિતિ પણ શિક્ષક જાણતો હોવો જોઇએ, પોતાના વર્ગનું બાળક તેની ક્ષમતા મુજબ કેટલે પહોચ્યું છે. તેનો ડેઇલી, વિકલી, પાક્ષિક રીપોર્ટ માસાં તે એકંદર કરીને તેનું સતત અને સર્વગ્રાહલી મૂલ્યાંકન શિક્ષક કરતો હોવો જોઇએ, વિઘાર્થીનો ચહેરો વાંચી શકે તે જ સાચો શિક્ષક કહેવાય છે. બાળકોના રસ રૂચીને વલણો આધારીત વર્ગ કાર્ય પ્રવૃતિ પ્રોજેકટ કરાવતો ટીચર જ તેમના વર્ગના બાળકોનો સર્ંવાગી વિકાસ કરવામાં મદદરૂપ થઇ શકે છે.
માતાને પોતાના તાજા જન્મેલા બાળકનું મુખ જયારે પહેલીવાર બનાવે છે ત્યારે માના હ્રદયના ભાવ કોણ વાંચી શકે છે, વાત્સલ્ય સમર્પણ, કૃતજ્ઞતા, પ્રેમ, હુંફ લાગણી આવા જ ભાવ શિક્ષક જયારે તેના નવા વર્ગમાં આવેલ બાળકોને જાુએ ત્યારે થાય કે નહી એ એક પ્રશ્ર્ન છે જેનો જવાબ અસર થયેલ બાળક જ આપી શકે છે, ઘણાં શ્રેષ્ઠ શિક્ષકોએ બાળકોની જીંદગી ટોચે પહોચાડીને શ્રેષ્ઠતમ પ્રગતિ કરાવી છે, જયારે મા-બાપ બિમાર બાળકને ડોકટર પાસે લઇ જાય છે. ત્યારે તે ડોકટર પર વિશ્ર્વાસ મુકે છે કે તે મારા દિકરાને જલ્દી સાજો કરી દેશે તેમ શાળાએ પ્રથમવાર પોતાના સંતાનોને શિક્ષક પાસે વર્ગમાં મુકે છે. ત્યારે પણ તેનું બાળક હોંશિયાર આ શિક્ષક જ બનાવશે તેવો ભરોસો, વિશ્ર્વાસ વાલીને હોય છે. વાલી પોતાના સંતાનના મન, ચારિત્ર્ય અને વ્યકિત ઘડતર માટે શિક્ષકને સોંપેલ છે.
આજનું શિક્ષણ વ્યવસાયી બની ગયું છે, એટલે તેમાં માહીતી છે, ભણતર છે, ભણતર સાથે ગણતર હોવું જરુરી છે. ગાંધીજી એ શિક્ષણ માટે કેળવણી શબ્દ પ્રયોગ કર્યો હતો એમણે કહ્યું કે, વિઘાર્થીને કેળવે તે જ કેળવણી કહેવાય, જો કે આ ભાવના ઉદ્દેશ આજે લુપ્ત થઇ ગયા છે. આજના શિક્ષકો બાળકોને ભણાવે છે. હકિકતમાં તો બાળકને ભણતો કરવાનો છે. વિઘાર્થીના જીવનમાં સ્વ-અઘ્યયનનું ખુબ જ મહત્વ છે. પુનરાવર્તન, દ્રઢિકરણ, વાર્ષિક આયોજન પ્રવૃતિ જેવી વિવિધ તકેદારીથી વિઘાર્થી જીવનના દિવસોને શિક્ષક જ્ઞાનરૂપી સોનેરી ચમકતા બનાવી શકે છે.
જ્ઞાન, કર્મ અને ભકિત શિક્ષક અને વિઘાર્થીઓ વચ્ચેના સંબંધોના મુળમાં છે. જ્ઞાન અને કર્મ તો બજાર કે ટયુશન કલાસમાં મળી જશે ભકિત નહી, અને આજ ભકિત વિઘાર્થીઓના ઘડતરનો રાજ માર્ગ છે. શિક્ષક વિઘાર્થીને આદર્શ નાગરીક ઘડતરનું કામ કરતો હોવાથી તેને ઘડવૈયો કહેવાય છે. વિઘાર્થીને સમજે, ચાહે નજીક બોલાવીને મુશ્કેલી જાણીને વિશ્ર્વાસ સંપાદન કરીને મુશ્કેલી દૂર કરે છે. આવા વાતાવરણમાં જ શિક્ષક દ્વારા અપાતા સંસ્કારો ને જીલવા છાત્ર હંમેશા તૈયાર રહે છે, અસકારકાર વર્ગ વ્યવહારથી જ શિક્ષક અને વિઘાર્થી વચ્ચે પ્રેમ-એખલાસના અંકુર ફૂટે છે.
એક વાત એ પણ છે કે બાળક શાળામાં માત્ર ૬ કલાક જ રહે છે બાકીના ૧૮ કલાક ઘરના વાતાવરણમાં રહે છે તેથી શિક્ષકના કાર્યો ની અસર જો ઘરના વાતાવરણ કે વિસ્તારનું પર્યાવરણ સારુ ન હોય તો ધાર્યા પરિણામ આપતું નથી. આમ છતાં સતત છ કલાક વિઘાર્થી શિક્ષક સાથે રહે તો હોવાથી જીવન ઘડતરના વિવિધ પાઠો સાથે ઘણું બધુ જીવન ભાથુ મેળવે છે.
શિક્ષક બાળકમાં રહેલી વિવિધ છૂપી કલાને શોધીને તેને પ્રોત્સાહીત કરી ને તેનો વિકાસ કરનાર હોવો જોઇએ, ઘણા બાળકો તો ભણવામાં નબળા હોય પણ સંગીત, ચિત્ર, રમતગમત, લીડબ શીપ જેવામાં નિપુર્ણ હોય ત્યારે તેને કેમ આગળ લાવવો તે કામ અસરકારક કાર્ય કરનાર શિક્ષક જ કરી શકે છે, તેથી શિક્ષક સૅપૂર્ણ સજજતાવાળો હોવો જોઇએ અને ગુણવતા સભર શિક્ષણ આપતો હોવો જોઇએ, તેના અને છાત્રો વચ્ચેના સંબંધ સેતુના દરેક મહત્વના પાસાથી વાકેફ હોવાની સાથે સંપૂર્ણ સજાગ હોવો જોઇએ.
વર્ગખંડમાં શિક્ષક બે પ્રકારના સંબંધોમાં એક તો તેનો સમગ્ર વર્ગના છાત્રો સાથેનો સંબંધ બીજો દરેક વિઘાર્થી સાથેનો વ્યકિતગત સંબંધ, શિક્ષણ વર્ગમાં વ્યકિતગત દેખરેખ બહુ મહત્વ ધરાવે છે. વિઘાર્થીની ખામી, ખુબી શિક્ષક ખુબ જ સારી રીતે જાણતો હોય છે. દરેકની આવડત મુજબનું કામ, વહેંચણી શિક્ષક એ આધારે જ કરતો હોય છે. ધો. ૧ થી ૮ નાં પ્રાથમિક શિક્ષણના વર્ષો વિઘાર્થી માટે ખુબ જ મહત્વના છે તે જીવનભર ભૂલી નથી શકતો તેથી શાળાનાં વિદાય કે શિક્ષકની બદલીના વિદાય કાર્યક્રમમાં રડી પડે છે. શિક્ષક, વિઘાર્થીના સંબંધ તોલે અન્ય કોઇ ન આવી શકે કારણ કે ધો. ૧ માં સાવ કોરી પાટી જેવું બાળક ૮ વર્ષ ભણીને હોંશિયાર થઇને હાઇસ્કુલમાં જવા શાળા છોડે ત્યારે શિક્ષક માટે ખુશીનો દિવસ હોય છે.
વિઘાર્થીમાં નાનામાં નાની ખુબીઓ શોધી શકે તે શ્રેષ્ઠ શિક્ષક કહેવાય, છાત્રોનું ચારિત્ર્ય ઘડતર માટે શિક્ષક ચારિત્ર્ય વાત હોવો જરુરી છે. આ બન્ને વચ્ચે સંબંધોનું આકાશ છે. બન્નેના સંબંધોમાં પરસ્પર વિશ્ર્વાસ ખુબ જ જરુરી છે. બાળક પોતાની વ્યથા શિક્ષકને કહેતો થાય એ પણ મોટી ઉપલબ્ધી છે. આ બન્ને વચ્ચેના સંબંધોની ઘણી સારી ફિલ્મો પણ આવી જેમાં ચક દે ઇન્ડિયા, ઇડિયટસ, દો દુની ચાર, ચોક અને ડસ્ટર, હિચકી જેવીનો સમાવેશ થાય છે.
શિક્ષક, વિઘાર્થીના અજોડ સંબંધોના વિવિધ પાસાઓ છે, વિઘાર્થી તો ખેડેલા જેવા છે તેમાં શિક્ષક જે વાવશે તે ઉગી નીકળશે, આ કારણે જ શિક્ષકની વિશેષ જવાબદારી છે. આમ જોઇએ તો પણ મનુષ્યના ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે, અને આથી જ સૌનુ ઘ્યાન પહેલા શિક્ષક ઉપર જાય છે. શિક્ષણ એ બહુ પરિણામી પ્રક્રિયા છે. આમા શિક્ષક અને વિઘાર્થીના સંબંધોનું વિશેષ મહત્વ છે. ચારે દિશાએ આવતા નિત-નવા પ્રવાહોથી શિક્ષકે વાકેફ થવું જ પડે છે. આજે તો શિક્ષણ અનેક પ્રકારે મળે છે તેથી શિક્ષકે જાગૃત રહેવું પડે છે. વિકસતું રહેવું પડે છે, આ ઉપરાંત તેનો અને બાળકો વચ્ચે સુમેળ ભર્યો વ્યવહાર પણ હોવો જરુરી છે.
મનુભાઇ પંચોલીના શબ્દોમાં કહીએ તો સાચો શિક્ષક જગત જીવનનું દર્શન વિઘાર્થીને વર્ગખંડમાં કરાવે છે. આ વર્ગખંડ એટલે ફકત ચાર દિવાલોની વચ્ચે આવેલી જ ગયા નહીં, પરંતુ ચાર દિવાલોની બહાર વિસ્તરેલું જ્ઞાન, અફાટ સાગર, આજે આપણે ગમે તે ગુગલમાં જોઇ લઇ અને જ્ઞાન ન કહેવાય આ વાત પણ શિક્ષકે અને છાત્રે સમજવી જ પડશે, શિક્ષકે આપેલી સાચી કેળવણી સાચા શિક્ષણ નો પડઘો વિઘાર્થીેએ સાચા અને જવાબદાર ન આપ્યો હોય તેવું કદી બની જ ના શકે.
ભરપૂર ગુણોથી સજાવેલું ગુણ પત્રક !!
આજની શિક્ષણ દુનિયામાં સફળતા એટલે ભરપુર ગુણોથી સજાવેલું ગુણપત્રક એમ સૌ કોઇ માને છે, આજના મા-બાપો, શિક્ષકો વિગેરે બધા જ આને શ્રેષ્ઠ વિકાસને સફળતા ગણે છે. હકિકતમાં આ એક આંકડાની માયાઝાળ છે. ભણતર સાથેના ગણતરમાં ભલે ૧૦૦ માંથી ૧૦૦ ગુણ ન આવે પણ જીવન ઘડતરનું શિક્ષણ તો ૧૦૦ ટકા મેળવે જ છે, આ વાત સમાજે પણ સમજવાની જરુરી છે.
શિક્ષકની સજજતા
- * શિક્ષક જીવનતર અભ્યાસી હોવો જોઇએ
- * હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું જેમાં વિઘાર્થીની તે શીખે છે
- * શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરૂણા વાન હોવો જોઇએ છે
- * સાચો શિક્ષક વાણી, વર્તન અને વિચારથી શુઘ્ધ હોવો જોઇએ
- * શિક્ષકનો દરેક શબ્દ વિઘાર્થીઓ માટે પ્રેરણા મંત્ર બનવો જોઇએે
- * વર્ગના પ્રત્યેક બાળકના હ્રદયમાં શિક્ષકની છબી ઝીલાતી હોય છે, તે કેવી ઉપસાવવી ને શિક્ષકે નકકી કરવાનું છે.