લસણમાં બે થી ત્રણ પ્રકાર હોય છે તેમાં જો એક કળીનું લસણ મળે તો વધારે સારું. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યું છે કે લસણમાં ઘણા રોગોના કીટાણુંઓ ને મારી નાખવાનો મોટામાં મોટો ગુણ છે. અને માટે જ અમેરિકા જેવા દેશોમાં પણ લસણનો વપરાશ વધવા માંડયો છે. લસણમાં એલાઇસીન તત્વ છે જે જોરદાર કિટાણુનાશક દ્રવ્ય છે. અને તેનાથી લોહીમાં વધેલા કોલેસ્ટ્રોલ તત્વ ને નાબુદ કરવાના સફળ પ્રયોગો થઈ ચુક્યા છે.
ટીબી વાળા દર્દીઓ માટે લસણ નો નિયમિત પ્રયોગ કરવામાં આવે તો તેના કીટાણુઓ ને ઝડપથી મારી દર્દીને ઝડપથી સાજો કરી શકે છે. ટીબીની દરેક હોસ્પિટલ ને રોગીઓ માટે ખોરાક સાથે લસણનો પ્રયોગ અજમાવવું હિતાવહ છે.
જે લોકોને લોહીમાં કોલ્સ્ટ્રોલ આવતું હોય તેઓ માત્ર કોથમીર સાથે પાંચ પાંચ મોટી કળી ની બનાવેલી ચટણી ખોરાકની સાથે સવાર-સાંજ ખાવા માટે શરૂઆતમાં એક કળી થી શરૂઆત કરે બે-ત્રણ દિવસે એક એક પેશી વધારતા જાય આ પ્રયોગ છ માસથી બે વર્ષ સુધી કરી શકાય. લસણના નિયમિત સેવનથી હાર્ટ એટેકથી પણ બચી શકાય છે. હૃદય નો રોગ ન થવા દેવો હોય તો રોજિંદા ખોરાકમાં લસણની કળીઓનો કાયમ ઉપયોગ કરો આપણા વડવાઓ પોતાના આહારમાં લસણને વ્યવસ્થિત રીતે સમજીને જ ગોઠવ્યુ હશે કારણ કે લસણમાં થી તાકાત અને શક્તિ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અજીર્ણ, મરડો, ગેસ કે એવી જાતના પાચનતંત્રના રોગોમાં લસણની સચોટ અસરકારકતા જોવા મળી છે. રોગોનું સંગ્રહસ્થાન મોટેભાગે પેટની પેટીમાં સમાયેલું છે. તેમાં અનેક જાતના દોષના સડા નાબૂદ કરવાના ગુણો જેવા તત્વો આયુર્વેદમાં આ વિશે ખૂબ જ લખ્યું છે.
લસણના નિયમિત સેવનથી તમારું 80 વર્ષ નું શરીર પણ મીની કાયાકલ્પ જેવું લાગશે, વૃદ્ધાવસ્થાની સીલતા, ચોળાયેલા કપડા જેવું શરીર અને તેની ઉપર પડતી કરચલીઓ, સ્નાયુ અને નબળાઈ, ચેતન ઘટ્વુ, ધોળા વાળ થઈ જવા, ખુમારીની ઓછપ, શરીરનું વળવું, બોલવામાં થાક લાગવો, ચાલવામાં નબળુ, પાચન ક્રિયા મંદ પડવી, યાદશક્તિ, આંખની રોશની ઘટી જવી વગેરે દરેક રોગોમાં લસણનું સેવન લાભદાયી છે. તે પુરવાર થઈ ચૂક્યું છે. માટે જ લાંબુ તંદુરસ્ત જીવન જીવવા માટે લસણનો ઉપયોગ ખૂબ જરૂરી છે.
ઉનાળામાં છાતીમાંથી કે પેટમાંથી લોહી પડતું હોય. અલ્સર હોય. સન્ડાસ માં વાંધા રહેતા હોય, હરસમાં લોહી પડતું હોય, વધારે એસીડીટી રહેતી હોય, પેશાબમાં લોહી પડતું હોય, નસકોરી ફૂટતી હોય, તેવા દર્દીઓએ લસણનો પ્રયોગ કરવો નહીં. સામાન્ય રીતે આ પ્રયોગ ચોમાસા શિયાળાની ઋતુમાં કરવો હિતાવહ છે.
લસણ અસંખ્ય રોગોમાં ઉપયોગી છે. લસણના સેવનથી રોગો કાબૂમાં આવે છે જેમ કે સુવાવડમાં કમર રહી જતા પેડુ ઉપર ચરબી જામવી, પીઠનો ભાગ વધી જવો, સ્થૂળ શરીર માટે પણ લસણ ઉપયોગી છે. આંખની રોશની જાળવવા માટે મોતીયો ન આવે એટલે ખાતર અને આંખના બીજા સાધારણ રોગમાં પણ ઉપયોગી છે. ચામડીના રોગ માટે, કોઢ માટે, સફેદ ડાઘ કે શરીર ઉપર ચાઠા થવા તેના પર લસણનું સેવાન સારું કામમાં આવે છે. આયુર્વેદમાં લસણ વાટી, લસુના દીવટી આ બધી તેની જાણીતી દવા છે. લસણનો ઉપયોગ દાળ, શાકમાં નાખી અથવા મધ સાથે કે સાકર સાથે પણ લઇ શકાય અને તમે નહીં જાણતા હોય લસણનો મુરબો બનાવીને પણ તેને આરોગી શકાય છે.