સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સેનામાં જોડાઈ રાષ્ટ્રની રક્ષા કરી દેશનું ગૌરવ બનતા હોય છે. ત્યારે કર્નલ પૃથ્વીપાલ સિંહ કે જેમણે ભારતની ત્રણેય પાંખ એટલે કે વાયુસેના,આર્મી સેના અને નોસેનામાં સેવા આપી છે. પૃથ્વીપાલ સિંહ ગિલ આજે ૧૦૦ વર્ષના થયા છે. કર્નલ પૃથ્વીપાલ સિંહ એક માત્ર એવા વ્યક્તિ છે કે જેમણે ભારતની ત્રણેય પાંખમાં સેવા આપી હોય અને ૧૦૦ વર્ષના થયા હોય તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૦ ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો.આજે તેમણે પોતાના જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. પૃથ્વીપાલ સિંહ ગિલે લાહોરની સરકારી કોલેજમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ ૧૯૫૦માં પરમિંદર કોર સાથે લગ્ન કર્યા હતા.
ઉંમરના બીજા પડાવમાં જઈ રહેલા પૃથ્વીપાલ સિંહ ગિલે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. તેમણે રોયલ ઇન્ડિયન એરફોર્સમાં પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી. તેઓ 1942માં એરફોર્સમાં કેડેટ તરીકે જોડાયા. પરંતુ પિતાના ડરથી તેમણે એરફોર્સ છોડવી પડી હતી. તેઓ 23 વર્ષની ઉંમરમાં નોસેનામાં જોડાયા. ત્યારબાદ ૧૯૬૫ ની ભારત-પાકિસ્તાનની જંગ દરમિયાન તેઓ આર્મીમાં ઓફિસર બન્યા.કર્નલના પદ પર પહોંચ્યા પછી તેમણે 1970 માં નિવૃત્તિ લીધી. જીવનના સો વર્ષ પાર કર્યા પછી પણ તેમનો કામગીરી કરવાનો જોશ આજે પણ ઘટયો નથી.