તારીખ પે તારીખ
ઇસરો જાસુસી કાંડના ચુકાદાના દિવસે જ વૈજ્ઞાનિક કે ચંદ્રશેખર કોમાના ચાલ્યા ગયા: ન્યાય સાંભળ્યા વગર જ રવિવારે રાત્રે ચીરવિદાય લીધી
ઇસરો જાસુસી કાંડ મામલે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે રોકેટ સાયન્ટિસ્ટ નંબી નારાયણનને દોષમુકત ઠેરવી રૂ.૫૦ લાખનું વળતર આપવાનો સરકારને આદેશ કર્યો હતો.
છેલ્લા ર૪ વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો જેના ચુકાદાની આતુરતાથી રાહ જોઇ રહેલા વૈજ્ઞાનિક ચંદ્રશેખરને ન્યાય મળે તે પહેલા જ તેઓ મોતને ભેટયા છે.
જણાવી દઇએ કે ૧૯૯૪ માં કેરળ પોલીસે જાસુસી મામલે વૈજ્ઞાનિક નંબી નારાયણ, કે. ચંદ્રશેખર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ઇસરો રોકેટ એન્જીન ની ગુપ્ત જાણકારી પાકિસ્તાન સહિતના અન્ય દેશોને આપવાના આરોપમાં તેઓને જેલહવાલે કરાયા હતા.
પરંતુ સીબીઆઇની તપાસમાં આ આરોપો પાયાવિહોણા સાબિત થયા હતા. ત્યારબાદ ૧૯૯૮માં નંબી નારાયણન, કે. ચંદ્રશેખર સહિતના અન્ય ચારે કોર્ટમાં અરજી કરી ફરીયાદ નોંધાવી હતી કે તેઓને જાસુસી મામલે ખોટી રીતે સંડોવ્યા છે. આ અરજીની સુનાવણી દરમિયાન શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે નંબી નારાયણને નિર્દોષ જાહેર કરી તેમને રૂ ૫૦ લાખનું વળતર આપવા આદેશ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાના થોડી ક્ષણ પહેલા જ વૈજ્ઞાનિક કે. ચંદ્રશેખર કોમામાં ચાલ્યા ગયા હતા. બીમારીથી ઘણા સમયથી પીડાતા ચંદ્રશેખર હેબ્બલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જાસુસી મામલે નિર્દોષ છીએ તેમ સાંભળવા કે. ચંદ્રશેખર છેલ્લા ર૦ વર્ષથી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા .
પરંતુ નસીબની પણ કઠતાઇ હોય તેમ ચુકાદાના દિવસે જ સુપ્રીમ નિર્ણય સંભળાવે એના થોડા સમય પહેલા જ કે. ચંદ્રશેખરકોમાના ચાલ્યા ગયા હતા. અને ત્યારબાદ રવિવારની રાત્રે તેમનું મોત થઇ ગયું હોવાની જાહેરાત કરાઇ હતી. ૭૬ વર્ષીય કે. ચંદ્રશેખરે હેબ્બલ હોસ્પિટલમાં રવિવારે ૮ ને ૪૦ મીનીટે અંતિમ શ્વાસ લીધા.
કે. ચંદ્રશેખર રશીયન સ્પેશ એજન્સી ગ્લાવકોસમોસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ૧૯૯૨ થી ફરજ બજાવતા હતા. અને છેલ્લા ર૦ વર્ષથી બેગ્લોરમાં વિઘ્યારણપુરામાં રહેતા હતા. જાસુસીનો આરોપ લાગ્યા બાદ તેઓ નિર્દોષતાની સાબીતી માટે ર૦ વર્ષથી રાહ જોઇ રહ્યા હતા. પરંતુ ન્યાય મળે તે પહેલા જ મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખરે ચીર વિદાય લઇ લીધી