- દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સુરક્ષિત વિસ્તાર તેમજ કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યનો ખજાનો
- વન્ય પ્રાણી, પક્ષીઓની ખુબજ સારી દેખભાળ તથા તમામ પ્રકારની સુરક્ષા ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા આવતાં પ્રવાસીઓને સુંદર સેવાઓ આપવામાં આવે છે
સમગ્ર વિશ્વમાં કાળીયાર ના સઘન સંરક્ષણ માટેનું આ એકમાત્ર રાષ્ટ્રીય ઉઘાન છે . આ સમગ્ર વિસ્તાર ને ” ભાલ ” તરીકે ઓળખવામાં આવે છે. જે ભાવનગર શહેરથી આશરે 52 કિલોમીટર નાં અંતરે આવેલું છે, આ જમીન ભૂતકાળમાં ભાવનગરના મહારાજા ની ” વીડી ” ( ઘાંસ વાળી ચરીયાણની જમીન ) હતી, જ્યાં તેઓ પોતાના માલઢોર રાખતાં અને દર વર્ષે ઘાંસ સુકાય પછી ઘાંસ વાઢી ને ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવતો અને તેનો ઉપયોગ બાકીની ઋતુમાં માલઢોર ને ચારા તરીકે આપવા માટે ઉપયોગ કરવામાં આવતો.
અહીં વેળાવદર ખાતે આશરે છ હજાર જેટલા કાળીયાર ની વસ્તી છે, જેમાં રાષ્ટ્રીય ઉધાન નાં એરીયા માં કાળીયાર ની સંખ્યા હાલમાં પચ્ચીશસો ( 2500 ) તથા રાષ્ટ્રીય ઉધાન બહારના વિસ્તારમાં પાંત્રીશસો ( 3500 ) જેવી સંખ્યામાં કાળીયાર વસે છે, અહીં ખેચર સૃષ્ટીમાં, ઉજળી ઢોંક અથવા સફેદ ઢોંક, ખડમોર, તેતર અને ચંડોળ (ચંડુલ) અહીં મોટી સંખ્યામાં દેખાય છે. પટ્ટાઇ (હેરીઅર) વિષેના બ્રિટિશ નિષ્ણાત રોજર ક્લાર્ક અનુસાર અહીં શીયાળા દરમ્યાન રાતવાસા માટે એકઠા થતા હેરિયર જાતિનાં શીકારી પક્ષીની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. દર વરસે ઠંડા પ્રદેશોમાંથી વિહાર કરીને સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતના ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં જ સૌથી વધુ સામૂહિક રાત્રીરોકાણ સાથે મુકામ કરતાં યાયાવર પક્ષી પટ્ટાઇ પક્ષીઓની સંખ્યા અંદાજે 3000 જેટલી હોય છે.1964 માં આ સ્થળને ” અભિયારણ ” નો દરજ્જો મળ્યો હતો, બાદમાં 1976 માં અહીં” કાળીયાર રાષ્ટ્રીય ઉધાન” નામ આપવામાં આવ્યું.ત્યારબાદ તેમાં1974 હેકટર વિસ્તારનો સમાવેશ કરવામાં આવતા આજે આ રાષ્ટ્રીય ઉઘાન 34.53 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે 16 ઑક્ટોબર થી15 જુન સુધી ખુલ્લું હોયછે , પરંતુ ઑક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ સુધીનો સમયગાળો મુલાકાત માટે વધું યોગ્ય છે,આ રાષ્ટ્રીય ઉધાન તેની ઘાંસીયા ભૂમિ અને સ્થાનિક વૃક્ષોથી રચાયેલ વસાહત, કાળીયાર, નીલગાય, ભારતીય વરુ, ઝરખ, શિયાળ, લોંકડી, જેવાં પ્રાણીઓ અને ખડમોર (લેસર ફ્લોરીકન) અને પટ્ટાઇઓ ( હેરીયર્સ ) જેવાં યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આશ્રયસ્થાન છે,આ રાષ્ટ્રીય ઉધાન ની મુલાકાતે દેશ વિદેશના સાલ ભરમાં અંદાજીત પંદર હજાર પ્રવાસીઓ કાળીયાર રાષ્ટ્રીય ઉધાન ની મુલાકાતે આવે છે.કાળીયાર રાષ્ટ્રીય ઉધાન ખાતે ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. દિલીપભાઈ ગઢવી પોતે ખુબજ સારા અધિકારી તરીકે ઓળખાય છે, તથા પ્રવાસન ફોરેસ્ટ ઓફિસર કિસ્મતભાઇ ચુડાસમા તથા તમામ ફોરેસ્ટ ટીમ દ્વારા અહીંના વન્ય પ્રાણી, પક્ષીઓ ની ખુબજ સારી દેખભાળ તથા તમામ પ્રકારની સુરક્ષા રાખવામાં આવે છે, ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા આવતાં પ્રવાસીઓ ને ખુબજ સુંદર સેવાઓ પુરી પાડવામાં આવે છે.
બ્લેક- બક- ટેલ રિસોર્ટમાં અધ્યતન સુવિધાથી સજ્જ: નવીનજી
અબતક સાથેની વાતચીતમાં બ્લેક બક ટેલ રિસોર્ટના નવીનજી દ્વારા જણાવ્યું હતું કે અહીં અદ્યતન સુવિધા વાળા રિસોર્ટ આવેલા છેસાલભરમા દેશ, વિદેશના અંદાજીત પંદર હજાર જેટલા પ્રવાસીઓ કાળીયાર રાષ્ટ્રીય ઉધાન ની મુલાકાતે આવે છે, ત્યારે મુલાકાતી પ્રવાસીઓ આ રાષ્ટ્રીય ઉધાન ની મુલાકાત થી ખુબજ આનંદિત અનુભવ લઈને જાય છે.રીસોર્ટ પૈકીના ” બ્લેક – બક ટેલ” ની મુલાકાત લેતાં રીસોર્ટ ના મેનેજર નવીનજી
દ્વારા રીસોર્ટ માં રોકાતા પ્રવાસીઓ માટે રીસોર્ટ ની વ્યવસ્થા તથા સગવડ બાબતે જણાવ્યું હતું કે અહીં રોકાણ કરતાં પ્રવાસીઓ ને તમામ ભાડાની રુમમાં આધુનિક સુંદર સગવડ ,સુવિધાઓ ઉપરાંત સ્વીમીંગ પુલ, ગેમ્સ રૂમ,ડાઇનિંગ હોલ, બાળકોને માટે ક્રિડાંગણજેવી વ્યવસ્થા ઉપલબ્ધ હોય, સાલભરમા વિદેશી પ્રવાસીઓ ઉપરાંત દેશનાં અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, રાજસ્થાન, વિગેરે રાજ્યના પ્રવાસીઓ પણ ખુબજ મોટી સંખ્યામાં રીસોર્ટ ખાતે રોકાય છે.
ખરેખર! કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રકૃતિનું ઘર: પ્રવાસી ડો. હેમાંશીબેન
અબતક સાથેની વાતચીતમાં અમદાવાદના પ્રવાસી ડો.હેમાંશીબેન જણાવ્યું હતું કે યાયાવર પક્ષીઓ તેમજ વનસ્પતિઓઆ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક છે. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરા પણ અહીં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અહીંનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે
યાયાવર પક્ષીઓ માટે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વરદાન સમાન: ગાઈડ સિકંદર ખાન
અબતક સાથેની વાતચીતમાં ગાઈડ સકંદર ખાને જણાવ્યું હતું કે હું બાર વર્ષથી કાર્ય કરું છું, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનને 1976 માં નેશનલ પાર્ક તરીકે જાહેર થયો હતો ,ભાવનગરના મહારાજા પાસે આ વિસ્તાર હતો ત્યારબાદ તેને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો આ ઉદ્યાન ખાસ તો બ્લેક બક માટે જાહેર કર્યો હતો, પરંતુ વિશ્વસ્તરીય પ્રજાતિ માટે અહીંનું ગ્રાસ અનુકૂળ છે જે ભારત સિવાય બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીં યાયાવાર પક્ષીઓ આવે છે ખાસ કરીને શિયાળામાં હેરિયર નામનું પક્ષી બરફથી બચવા તેમજ ખળમળ પક્ષી પ્રજનન માટે અહીં આવે છે આવ્યો છે . વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજે પક્ષીઓ તેમજ પ્રાણીઓને સુરક્ષા આપી રહ્યું છે
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ: કે એસ ચુડાસમા
અબતક સાથેની વાતચીતમાં ફોરેસ્ટ ઓફિસર કે.એસ ચુડાસમા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઉધાન માં સફારી દરમિયાન પ્રવાસીઓ ને વાહનમાંથી નીચે ઉતરવાની મંજૂરી નથીં, તથા માર્ગદર્શક સાથે રાખવો ફરજિયાત છે. કાળીયાર રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે સુ્ર્યોદય થી સુર્યાસ્ત સુધી ખુલ્લું રહે છે, ( બપોરના લંચ સમય દરમિયાન બે કલાક બંધ રહે છે,કાળીયાર રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે16 મી જુન થી 15 ઑક્ટોબર સુધી બંધ
રહે છે.કાળીયાર રાષ્ટ્રીય ઉધાન નાં પ્રવાસન ફોરેસ્ટર કે.એસ.ચુડાસમા એ મુલાકાત દરમિયાન એન્ટ્રી ફી વિષે માહીતી આપતાં જણાવેલ કે એક થી છ વ્યક્તિની 400 રુ.ફી હોય છે, સાત થી પંદર વ્યક્તિ ની એક હજાર રુ.તથા સોળ થી પાંત્રીસ વ્યક્તિ ની પાંત્રીશસો રુ. ફી હોય છે, અને શનિ-રવિ પચ્ચીસ ટકા એકસ્ટ્રા એન્ટ્રી ફી હોય છે, કેમેરા ની ફી બસ્સો રુ. ચાલતા જનાર પર પ્રવાસી ની ચાલીસ રુ., ગાઇડ ફી ચારસો રુ.જીપ્સી વાહન ફી બે હજાર રુ.,રહેવાની સગવડ માટે ગેસ્ટ હાઉસના ચાર એ.સી. રૂમ ની વ્યવસ્થા છેૈકી એક રૂમ નું ભાડું રુ.ત્રણ હજાર હોય છે,