રાજકોટ એ ઉદ્યોગક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. રાજકોટ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં તમામ ઉદ્યોગપતિઓનો સિંહફાળો રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IIIC દ્વારા કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરવા માટેનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાએલ હતો.
આ સંવાદમાં શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ, આજી ઈન્ડસ્ટ્રીઝ, મેટોળા ઈન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગ ભારતી, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન તથા અન્ય ઉદ્યોગોના આશરે 30 થી વધુ પ્રબુધ્ધ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિ.ના આઇઆઇઆઇસી દ્વારા કુલપતિ પ્રો. નિલાંબરી દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટના ખ્યાતનામ ઉઘોગપતિઓ સાથે સંવાદ યોજાયો
રાજકોટના 30 થી વધુ ખ્યાતનામ ઉઘોગપતિઓ રહ્યા ઉ5સ્થિત: ભારતીય મજદુર સંઘને પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઇ દવેની પ્રેરક હાજરી
ઉઘોગોની જરૂરીયાત મુજબ સ્કીલ્ડ બેઇઝ અભ્યાસક્રમમાં તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સજજ
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભારતીય પરંપરા અનુસાર કુમ-કુમ તિલક કરી પુષ્પ આપી આવકાર્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ સંવાદનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટના ઉદ્યોગપતિઓ વચ્ચે એક સેતુ બને એ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં ઈન્ટર્નશીપ તરીકે તાલીમ મેળવે અને ઉદ્યોગપતિઓ દ્વારા વિદ્યાર્થીઓને નવા ઉદ્યોગો શરુ કરવા માટે પ્રેરણા અને બળ મળી રહે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગોની જરુરીયાત મુજબ સ્કીલ્ડ બેઈઝ અભ્યાસક્રમો તૈયાર કરાશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ઉદ્યોગપતિઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નૂતન અભિગમને આવકાર્યો હતો. ઉપસ્થિત સૌ ઉદ્યોગપતિઓએ આ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉદ્યોગપતિઓએ ઉદ્યોગોમાં સ્કીલ્સ ધરાવતા વર્કરોની જરુરીયાત અને રોજગાર વિશે ચર્ચા વિચારણા કરેલ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કામ કરવાની તૈયારી બતાવી હતી.
આ સંવાદ કાર્યક્રમના આયોજનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રોજગારી અને રાજકોટના ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર સરળતાથી મળી રહેશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરશે.
આ કાર્યક્રમમાં Hi-Bond, Balaji Wefars, Galaxy Barrings, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી, EPP Composers, Angle Softwares, RK IT Softwares, SNJ Life Care,, શાપર, મેટોળા, આજી ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ પ્રોફે. હિતેશભાઈ શુકલ, ડો. રંજનબેન ખૂંટ તથા ડો. હરિકૃષ્ણભાઈ પરીખે જહેમત ઉઠાવી હતી.