150 રન સુધી ભારતને પહોંચાડવા સૂર્યકુમાર યાદવ એક ઉપયોગી ચાવી : સુનિલ ગાવસ્કર
ટી20 વિશ્વકપમાં ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું છે ત્યારે ભારત માટે સૌથી સારી વાત એ છે કે તેનો મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ દરેક બોલને 360 ડિગ્રી મારવામાં સક્ષમ છે અને તે હાલ ટી20 નો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે પણ પ્રસ્થાપિત થયો છે. ત્યાં સુધી ક્રિકેટમાં 45 ડિગ્રી 90 ડિગ્રી 180 ડિગ્રી સુધી જ શોર્ટ રમવામાં આવતા હતા પરંતુ િ2ં0 માં સૂર્ય કુમાર યાદવ દ્વારા 360 ડિગ્રીએ શોર્ટ મારવામાં આવતા સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે અને તે ભારત માટે એક સૌથી મોટું અને હકારાત્મક ચિન્હ તરીકે પણ સાબિત થયો છે. માત્ર ભારતીય ટીમ જ નહીં પરંતુ અન્ય ટીમના ખેલાડીઓ પણ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી રહ્યા છે અને દિગ્ગજ ખેલાડીઓ પણ સૂર્યકુમાર યાદવની બેટિંગની પ્રશંસા કરતા નજરે પડે છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસકરે મિસ્ટર 360 ડિગ્રીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભારતે 150 રન સુધી પહોંચવું હોય તો એકમાત્ર સૂર્યકૂમાર યાદવ જ છે કે જે ટીમને એ લક્ષ્યાંક સુધી પહોંચાડી શકે છે અને તેના સિવાયના અન્ય કોઈ ખેલાડી આ રનમાર્ક સુધી પહોંચી શકવામાં સક્ષમ નથી કારણ કે અન્ય ખેલાડીઓનું જે રીતે બેટિંગ ફોર્મ હોવું જોઈએ તે જોવા મળતું નથી. કોઈપણ બોલરને ગમે તે દિશામાં બોલ ફટકારવાની ક્ષમતા સૂર્ય કુમાર યાદવમાં છે જેનો લાભ હાલ ભારતીય ટીમને પૂરતો મળી રહ્યો છે અને સૂર્યકૂમારી યાદવના દરેક શોર્ટ હાલ નવો ઇતિહાસ રચી રહ્યા છે. સુનિલ ગાવસકરે જણાવ્યું હતું કે હાલ ભારતીય ટીમ વિપક્ષીઓને ડિફેન્ડ કરવા માટે જે સ્કોર ચેઝ કરવા આપે છે તેમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો તે સૂર્ય કુમાર યાદવનો છે.
ઝિમ્બાબ્વે સામેના મેચમાં ભારતની સ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે સૂર્યકૂમારી યાદવે માત્ર 25 દડા માંજ જે સટાસટી બોલાવી ટીમને 185 સુધી પહોંચાડી તે બાદ જ ભારતીય ટીમનો વિજય શક્ય બન્યો હતો. સુનિલ ગાવસકરે જણાવ્યું હતું કે, હાલ ભારતીય ટીમમાં બે ખેલાડીઓ સારા ફોર્મમાં છે જેમાં પ્રથમ સૂર્યકૂમાર યાદવ અને દ્વિતીય વિરાટ કોહલી. છેલ્લા બે મેચમાં કે એલ રાહુલે પણ અડધી સદી ફટકારી પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે. જો સૂર્યકુમાર યાદવ પોતાની લાંબી રમવામાં નિષ્ફળ જાય તે સમયે કે એલ રાહુલે પોતાની જવાબદારી સ્વીકારી તેમને સારા ટોટલ સુધી પહોંચાડવી ખૂબ જરૂરી અને અનિવાર્ય છે. ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ઉપર જ સંપૂર્ણ નિર્ભર થઈ ચૂકી છે કારણ કે જો સૂર્યકુમાર યાદવ પોતાનું પ્રદર્શન ન આપી શકે તો ભારતીય ટીમને 150 રન સુધી પહોંચવામાં પણ ફાફા પડે જે ખરા અર્થમાં યોગ્ય વાત ન કહી શકાય માટે દરેક ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે.
સેમિફાઇનલમાં ભારતના ‘એક્સફેક્ટર’ કોણ બનશે ?
કોઈપણ મેચમાં અને કોઈ પણ ટીમ માટે એક એક્સફેક્ટર ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે ત્યારે સેમિફાઇનલમાં ભારતનો એક્સફેક્ટર કોણ હશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે હાલની સ્થિતિ મુજબ જો ભારતનો એક્સફેક્ટર કોઈ હોય તો તે રિષભ પંત હોઈ શકે છે કારણ કે તે છેલ્લા બે મેચમાં જ તેને રમાડવામાં આવ્યો છે ત્યારે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની નજર ભારતના એક્સફેક્ટર તરીકે રીષભ પંત પર રહેશે તો સામે ભારતીય ટીમ પણ ઇંગ્લેન્ડના એક્સપેક્ટર એટલે કે બેન સ્ટોકસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જ રમશે. પંતે જરૂર સમયે ભારતીય ટીમને સંકટ સમયમાંથી અનેક વખત ઉગાડ્યું છે ત્યારે ભારત તરફથી પણ ખૂબ ઉપયોગી ખેલાડી છે. એડીલાઈટમાં સેમિફાઇનલ રમતો હોવાના કારણે ત્યાંની સ્ક્વેર બાઉન્ડ્રી ખૂબ નાની છે જેના માટે લેફ્ટ બેટ્સમેન ખૂબ ઉપયોગી ભાગ ભજવશે અને ઇંગ્લેન્ડના બોલરોની કમરને તોડી નાખશે.
કોપીબુક સાથે ‘વિરાટ’ શોટ ભારતનું નસીબ પલટાવશે ?
ટી20 વિશ્વ કપમાં વિરાટ કોહલીએ પોતાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી પોતાનું નામ જે છે તેના પર મહોર લગાવી છે ત્યારે કોપી બુક સાથે કોહલીના વિરાટ શોર્ટ ભારતનું નસીબ પણ પલટાવશે એટલું જ નહીં પાકિસ્તાન સામેના મેચમાં ભારતે અને ખાસ કરીને વિરાટ કોહલીએ હરીશ રઉફની ઓવરમાં જે સ્ટ્રેટ સેક્સ ફટકારી હતી તે ટી ટ્વેન્ટી ઇતિહાસમાં ઇતિહાસ બની જશે તેવું રિકી પોન્ટિંગ એ પણ સ્વીકાર્યું છે. ભારતીય ટીમમાં સૂર્યકૂમાર યાદવની સાથે વિરાટ કોહલી એકમાત્ર એવો બેટમેન છે કે જે દરેક રમતને ખૂબ સારી રીતે રમી તેમને ખૂબ ઉપયોગી સાબિત થયો છે પરંતુ ભારતીય ટીમ માટે પ્રશ્ન એ છે કે ટીમનો સુકાની રોહિત શર્મા કે જે પોતાના વિસ્ફોટક ઇનિંગ માટે જાણીતા છે તે હજુ સુધી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યો છે ત્યારે ઇંગ્લેન્ડ સામેના સેમિફાઇનલ મેચમાં બંને ઓપનિંગ બેટ્સમેનો પોતાની સારી ઇનિંગ રમે તો મિડલ ઓર્ડર બેટ્સમેનો ઉપર ભાર ન રહે અને તેઓ તેની નેચરલ ગેમ રમી એક વિરાટ સ્કોર સુધી સરળતાથી પહોંચી શકે જે ઇંગ્લેન્ડ માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે