રેસકોર્સમાં ચાલતી ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન: હજારો લોકોએ ગીતા ઉપદેશનો લાભ લીધો: અંતિમદિને વૈષ્ણવાચાર્યો અને સ્વામીનારાયણ સંતોની પધરામણી
દાસીજીવણ સત્સંગ મંડળ, રાજકોટ વૈષ્ણવસંઘ અને પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક પરિવારના સંયુકત સેવા ઉપક્રમે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું શનિવારે સાંજે સુચારૂ સમાપન થયું છે. આ જ્ઞાનોત્સવને ધારણ બહારની સફળતા મળી છે. સાત દિવસ દરમ્યાન વિવિધ વૈષ્ણવ ધર્મસંસ્થાનોના વૈષ્ણવાચાર્યો પધરામણી કરીને વિશાળ શ્રોતા સમુદાયને દર્શન અને વચનામૃતનો લાભ આપ્યો, સ્વામીનારાયણ સંતો સહીત વિવિધ ક્ષેત્રના મહાજનો, કેન્દ્ર મંત્રી, સાંસદો, ધારાસભ્યોએ હાજરી આપીને કથાશ્રવણ કર્યુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ સંદેશો પાઠવીને આયોજકોને અભિનંદન આપ્યા છે. અતિમચરણોમાં શનિવારે વ્યાસપીઠ ચાર્ય પૂ. દ્વારકેશલાલજીના પિતૃચરણ વૈષ્ણવચાર્ય ગોસ્વામી વ્રજેશકુમારજી મહારાજ, (વ્રજધામ હવેલી, અમદાવાદ) વૈષ્ણવાચાર્ય પૂ. યદુનાતજી મહોદય જામનગરથી પૂ. વલ્લભલાલજી મહોદય તથા કડી અમદાવાદના પૂ. આશ્રય બાવાની કથા મંડપમાં પધારમણી થઇ હતી તેમન પ્રેરક વચનામૃતોનો લાભ શ્રોતાઓને મળ્યો હતો.
શનિવારે કથા સમીપતમાં રાજકોટ સરગમ કલબ વતી ગીતા સત્સંગ આયોજનના મુખ્ય સહયોગી રમેશભાઇ ધડુકનું ગુણવંતભાઇ ડેલાવાળા, બાન લેબના મૌલેશભાઇ પટેલ ખાસ મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યુ ત્યારે કથા મંડપના વિશાળ શ્રોતાગણે તાલીઓના ગળગળાટથી વધાવ્યું હતું. રાજકોટની નામાંકિત સંસ્થાઓએ પણ સ્મૃતિ ચિન્હ, શાલ ઓઢાડીને રમેશભાઇ ધડુકનું સન્માન કર્યુ હતું.
જ્ઞાનયજ્ઞના અંતિમ દિવસે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ગુજરાત રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, લાખાભાઇ ગઢવી, બાન લેબના મૌલેશભાઇ પટેલ, વી.પી. વૈષ્ણવ, ઉમેશ રાજયગુરુ, નાથાભાઇ કાલરીયા, કિશોરભાઇ ભાલાળા, રમેશભાઇ જીવાણી, શકિતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ પટેલ, છગનભાઇ બુસા, પ્રભુદાસ તન્ના, રમેશભાઇ ઠકકર, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, જયસુખભાઇ મકવાણા, વિજયભાઇ કોટક, મનુભાઇ વઘાસીયા, જયોતિબેન રાજયગુરુ, નીતાબેન વઘાસીયા, મહેશ્ર્વરી પુજારા વગેરે મહાનુભાવોએ હાજરી આપી આચાર્ય પીઠે પૂ. જે જેના આશીર્વાદ અને કથાશ્રવણનો લાભ લીધો હમતો. દરમ્યાન ગોંડલ સ્વામીનારાયણ ગુરુકુળના સંતોની કથા મંડપમાં પધરામણી થઇ હતી તેઓના પ્રેરક પ્રવચનનો લોકોને લાભ મળ્યો હતો.
ગીતા જ્ઞાનયજ્ઞના શનિવારે અંતિમ દિને આચાર્યપીઠેથી પૂ. દ્વારકેશલાલજી મહોદયે ભગવદ્દ ગીતાના ૯ થી ૧૮ અઘ્યાયના ઉપદેશોનું યુઘ્ધ ભૂમિમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ! તું જે કંઇ કર્મ કરે, તપ કરે, ખાય-પીએ એ સર્વ મને અર્પણ કર, આથી તું કર્મબંધનથી મુકત બની મને પામીશ. જે વિભૂતિયુકત, ઐશ્ર્ચર્ય યુકત અને કાંતિયુકત છે તે સર્વ મારા તેજની અભિવ્યકિત છે. હું આખા જગતને મારી યોગ શકિતના એક અંશથી ધારણ કરી રહ્યો છું. તારે યુઘ્ધ લડવા માટે નહિ ધર્મની સ્થાપના કરવા માટે કરવાનું છે