સૌરાષ્ટ્ર-કચ્છના એક માત્ર લેડી ઇન્ટેન્સીવીસ્ટે પોતાના તબીબી અનુભવનો નિચોડ દર્શાવ્યો
વોકહાર્ટ હોસ્પિટલના સીનીયર ક્ધસલ્ટન્ટ ફિઝીશ્યન અને ઈન્ટેન્સીવીસ્ટ ડો.ભૂમિ દવેએ હાલની કોરોનાગ્રસ્ત સ્થિતીને ધ્યાને લઈને કોરોના વિશે માહિતી આપી હતી.
કોરોના વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવેલ કે રસીની અસરકારક્તા 60-80% જેવી હોય છે.એટલે કે જેણે રસીના બન્ને ડોઝ લીધા હોય એવા 100 લોકો માંથી 40 લોકોને જે તે સાવચેતી ન વરતે તો કોરોના ફરી થવાની શક્યતા હોય છે.અલબત રસીની અસરને કારણે તેમને થયેલો કોરોના માઈલ્ડ પ્રકારનો હોય છે.એટલે એવુ માનવુ તદન ભુલ ભરેલુ છે કે જેમને પહેલા કોરોના થયેલો હોય કે જેમણે રસી લીધેલ હોય એવા લોકોએ પણ સાવચેતીના બધાજ પગલા લેવા ખાસ જરૂરી છે.માસ્ક પહેરવુ,કોઈપણ વસ્તુને અડયા બાદ હાથ સેનેટાઈઝ કરવા,સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન કરવુ વગેરેને હવે જીવનમાં સ્વીકારવુ પડશે અને તેમાંથી ચુકશો તો કોરોનાને ઘરમાં નોતરશો.
મોટી ઉમરના લોકો અને કોમોરબીડ ક્ધડીશન ધરાવતા દર્દીઓ જેમકે હૃદયરોગ,બ્લડપ્રેશર,ડાયાબીટીઝ વગેરે ને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટેલી હોય છે આવા દર્દીઓએ રસી લેવી ખાસ જરૂરી છે. આ માટે એક વખત કોરોના થયા બાદ તેઓમા સાજા થવાની સરેરાશ યુવાન વયની વ્યક્તિ કરતા ઓછી હોય છે.મોટી ઉમંરની વ્યક્તિએ રસીકરણનો લાભ લેવો જોઈએ કારણ કે તેઓ પર જોખમ ઘરની અંદર રહેવા છતા વધી જતુ હોય છે.તેઓ બહાર ન જતા હોય પરંતુ ઘરના અન્ય સભ્યો જયારે બહાર જાય ત્યારે સંક્રમણનો ખતરો વધી જાય છે.પરંતુ એક વખત રસીકરણ ર્ક્યા બાદ તેઓની સુરક્ષ્ાામાં વધારો થશે અને મૃત્યુ દરમા ઘટાડો થશે.આ માટે સરકારે કોરોના રસીકરણમાં તેઓને ફ્રન્ટલાઈન વોરીયર્સ બાદ પ્રાધન્ય આપ્યુ છે.રસી લીઘા બાદ ખુબ જ હળવા પ્રકારના લક્ષ્ાણો જોવા મળી શકે છે.જેમ કે તાવ આવવો,નબળાઈ લાગવી,શરદી થવી,ઈન્જેકશનની જગ્યા પર દુખાવો થવો વગેરે. પરંતુ આ લક્ષ્ાણો કોઈને થાય તો કોઈને ન પણ થાય.પરંતુ રસીકરણની આડઅસરના ખુબ જ સામાન્ય લક્ષ્ાણો છે. તેની સામે મળતા લાભની ટકાવારી અનેક ગણી છે. રસીકરણ લોકોની સુરક્ષ્ાા માટે છે અસુરક્ષ્ાા માટે નહી. કોરોના હજી ગયો નથી માટે સાવચેતી જ તંદુરસ્તીની ચાવી છે.પૌષ્ટિક આહાર લેવો,વધુ પડતા ઉપવાસ ન કરવા,બહારની ખાદ્યસામગ્રી ન આરોગવી,ટોળામાં કે ભીડભાડ વાળા વિસ્તારમા જવાનુ ટાળવું,કારણ વગર ઘરની બહાર જવું નહી, અને બહાર જવાનુ થાય તો અચુક માસ્ક પહેરી રાખવુ,ઘરમાં આવીને સાબુથી હાથ સાફ કરવા.આ બધી બાબતોનું આપણે પાલન કરીશુ તો કોરોનાથી ચોકક્સ બચી શકીશુ.