ભારત એક એવી જ્ગ્યા છે જેને મંદિરના સ્થળ તરીકે ઓળખાય છે. અહી એટલા પ્રાચીન મંદિર છે જ્યાં લોકો જવાનું પસંદ કરે છે. અને દૂર દૂરથી માનતા લઈ ને આવે છે. પરંતુ આ બધા મંદિરોમાં એક એવું મંદિર પણ છે જ્યાં લોકો દર્શન કરવા જતાં ડરે છે. આ મંદિર એ મૃત્યુના દેવતા યમરાજનું છે. જ્યાં લોકો આ મંદિર ની પાસે જવાથી પણ ડરે છે. આવો જાણ્યે આ મંદિર વિષે ની ઘણી વાતો…
દુનિયાનું આ એક મંદિર છે જે યમરાજ ને સમર્પિત છે. આ મંદિર હિમાચલના ચંબાની પાસે કસબે ભરમોરમાં આવેલું છે.
આ મંદિર એક ઘરની જેમ જ છે. લોકો આ મંદિરથી ઘણા ડરે છે. લોકો અહી બહારથી જ દર્શન કરીને જતાં રહે છે. આ મંદિરમાં એક રમ પણ છે જે ચિત્રગૃપ્ત ને સમર્પિત છે. યમરાજના સહાયક જે લોકોના સારા અને ખરાબ કામ નો હિસાબ રાખે છે.
કેહવાય છે કે આ મંદિરમાં ચાર ગુપ્ત દરવાજા પણ છે જે સોના , ચાંદી ,તાંબે અને લોખડ થી બનાવેલા છે. જેમ પુરાણમાં કહ્યું છે તેમ યમરાજ આ વાતનો નિર્ણય લે છે કે કઈ આત્મા ક્યાં દરવાજમાંથી મૃત્યુલોકમાં પહોચશે.