Abtak Media Google News

બાલાજી હનુમાનજી આયોજીત ભાગવત સપ્તાહમા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થીતી

બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાન સાનિધ્યમાં નુતન મંદિરના લાભાર્થે શ્રી મદ્ ભાગવત સપ્તાહ તેમજ ઘરસભાનું તા.12 થી 18 એપ્રીલ સુધી ભવ્યાતિભવ્ય આયોજનની હારમાળા તૈયાર કરવામા આવી છે. જેમા ગઇકાલના દ્વિતીય દિવસે યજમાન ચેતનભાઇ રામાણી તેમજ તેમના પરિવાર દ્વારા આમંત્રણને ખાસ માન આપી કેન્દ્રીય કૃષી અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા વિશેષ ઉપસ્થીત રહ્યા હતા ત્યારે કથા સ્થળ પર યજમાન ચેતનભાઇ તેમજ તેમના સુપુત્ર હરિકૃષ્ણ દ્વારા તેમનુ ફૂલહાર પહેરાવી સ્વાગત અભિવાદન કર્યું હતુ.

ત્યારબાદ, પરસોત્તમ રૂપાલાએ સ્ટેજ પર પોતાના વક્તવ્ય દરમ્યાન બાલમુકંદ સ્વામી સ્થાપીત બાલાજી હનુમાનજી મંદિરના મહત્વ સમજાવતા કહ્યુ કે, દર શનીવારે 15000 થી વધુ શ્રીફળો વધેરાઇ છે જે ભક્તોની અતૂટ શ્રધ્ધાની સાક્ષી સ્વરૂપે ઉદાહરણ પુરૂ પાડે છે તેમજ રામ ભગવાન નુ સૌ-કોઇ આ દુનિયામા રૂણી છે એવા રામને પણ રૂણી રખવતા આ મહાપ્રતાપી હનુમાન સર્વશ્રેષ્ઠ ભક્ત માનવામા આવે છે કેમ કે તેને હંમેશા નિસ્વાર્થ ભાવે સેવા કરી છે ત્યારે દેશના  વડાપ્રધાને પણ 6/4/23 ના રોજ પાર્ટીના સ્થાપના દિવસે સાથોસાથ હનુમાન જયંતી હોવાથી કાર્યકર્તાઓને હનુમાનજીનું ઉદાહરણ આપી તેમના જીવનના મુલ્યો ઉતારી પાર્ટીને મદદરૂપ થાવા અનુરોધ કર્યો હતો તેમજ બાલાજી નૂતન મંદિરમા તન મન ધનથી સેવા કરી આવા કલિકાળમા મોક્ષ મેળવવાનો રસ્તો બતાવ્યો હતો.

ત્યારબાદ, ભાગવત સપ્તાહના પ્રથમ સત્રના વક્તા પ.પૂ. નિલકંઠચરણદાસજી સ્વામીએ ભાગવત સપ્તાહના સ્કંધનુ મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે, ધૃતરાષ્ટના પુત્ર દુર્યોધન તેના માતા પિતા કોઇનુ ન માન્યો છેવટે વેદવ્યાસજી જે ભગવાન કૃષ્ણથી સૌથી નજીક કે જેને ભગવાન પોતે પણ અંતકાળે યાદ કરે એવા વેદવ્યાસજીને પણ પોતાના દરબારમાથી નિકળી જવા કહ્યુ ત્યારે જ તેનો બરબાદીનો સમય શરૂ થાય ગયો હતો માટે જ્યારે પણ ગુરૂઓ, સજ્જન પુરૂષો, વડિલો ની વાતનુ પ્રત્યેક શ્રોતાઓને આદર કરવુ જોઇએ તેવુ જણાવ્યુ હતુ.

ત્યારબાદ, ભાગવત સપ્તાહના દ્વિતીય સત્રના વક્તા પ.પૂ. નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ રાજા પરિક્ષીતની વાત કરતા કહ્યુ કે, જ્યારે રાજા પરિક્ષીતને સંકલ્પ થયો કે મારે મારો જન્મ સુધારી શાંતી પ્રાપ્ત કરવી છે ત્યારે રાજા પરિક્ષીત ને ભગવાને 7 જ દિવસમા મોક્ષ મેળવવા માટેનો રસ્તો શ્રી મદ્ ભાગવત સપ્તાહ નુ શ્રવણ કરવા કહ્યુ હતુ.

ત્યારબાદ, અંતમા મહાન ભાગવત કથાકાર અને જેઓ રાધે-રાધે થી જગ વિખ્યાત છે એવા જીગ્નેશ દાદાએ ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે’ એવા સરસ કિર્તનથી ઉપસ્થીત સૌ ભક્તોને રાસ રમાળી હળવા ફૂલ જેવા કર્યાં.ત્યારબાદ, સ્પીપાના ડિરેકટર શૈલેષભાઈ સગપરીયા જેને સાંભળવાનો જીવનમા એક મોટો લ્હાવો છે.

વધુમા વિવેકસાગર સ્વામી તેમજ રાધારમણ સ્વામીએ કહ્યુ હતુ કે, સપ્તાહમા આવતા તમામ પ્રસંગો અને કાર્યક્રમો આવનાર દિવસમા ખૂબ ધામ ધૂમથી ઉજવવામા આવશે તેમજ રાજકિય મહાનુભાવો રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાવનજીબાપા મેતલીયા, સૌરાષ્ટ્રક્રાંતીના તંત્રી અશોકભાઇ ગઢવી, પ.ભ. માઘવજીભાઇ નાદપરા સહિતના અગ્રણીઓ વકતા મહોદય પૂ.નિલકંઠચરણ સ્વામી તેમજ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સપ્તાહના અધ્યક્ષ સ્થાને બિરાજીત હરિચરણદાસજી સ્વામી, પૂ.દેવનંદનદાસજી, પૂ. જીગ્નેશ દાદા, કૃષ્ણવલ્લભ સ્વામી, અક્ષરવત્સલ સ્વામી, પૂ. પ્રેમપ્રકાશદાસજી સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી, પૂ.ભક્તીપ્રકાશ સ્વામી, મુનિ સ્વામી તેમજ જેતપુર-સરધાર-રાજકોટના સર્વ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.